1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (08:10 IST)

મોરબી-માળીયા હાઈ-વે ટીબડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત, 5 યુવાનનાં કમકમાટી ભર્યા મોત

5 Killed At The Scene Of An Accident
મોરબી-માળીયા હાઈ-વે પર ટીબડી ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 5 યુવાનનાં કમકમાટી ભર્યા મોત થયા છે. ટ્રેલર પાર્ક કરેલી સ્થિતિમાં ઉભું હતું, જેનુ કદાચ ધ્યાન ન થતા કાર સીધી પાર્ક કરેલા ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. અને આ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે.  પોલીસ તપાસમાં મોરબીમાં રહેતા તમામ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે.
 
ધડાકાભેર અવાજ થતા આસપાસના પસાર થઇ રહેલા નાના વાહન ચાલકો થંભી ગયા હતા. અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગમખ્વાર અક્સમાતમાં કારમાં બેઠલા પાંચ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ક્ષણભરમાં શું થયું તે કોઈ સમજી જ શક્યુ. 
 
પોલીસ તપાસમાં તમામ યુવાનો મોરબી શહેરના ભરતનગરથી આવતાં હતાં અને સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. કારચાલક તમામ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. બુધવારે 9.30 વાગ્યા આસપાસ યુવકો ભરતનગર ખાતે આવેલ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન 10 વાગ્યા આસપાસ મોરબી- માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે અશ્નમેઘ હોટેલની સામે પાર્ક આ બનાવ બન્યો હતો.
 
મૃતકના નામ
1) આનંદસિંગ પ્રભુરામ સેખાવત (ઉ.વ. 35) રહે. ગણેશનગર, ટીમબડીના પાટિયા પાસે, મુ. રાજસ્થાન
2) તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.25)
(3) અશોક કાનારામ બિરડા (ઉ.વ. 24)
(4)વિજેન્દ્રસિંગ
(5) પવનકુમાર મિસ્ત્રી