સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (10:05 IST)

અમદાવાદમાં રત્નમણિ જૂથના 500 કરોડના બિનહિસાબી વ્યવહાર પકડાયા; 8.30 કરોડના દાગીના,1.80 રોકડા જપ્ત

અમદાવાદ શહેરની રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યૂબસ પર ઈન્કમટેક્સના દરોડા દરમિયાન રોકડા રૂ. 1.80 કરોડ અને રૂ.8.30 કરોડના દાગીના મળ્યા છે. 23 નવેમ્બરે શરૂ કરવામાં આવેલા દરોડા હજુ ચાલુ છે અને વધુ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. ઈન્કમટેક્સે જૂથની અમદાવાદ અને મંુબઇમાં મળી 30થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડ્યા હતા. રત્નમણિ ઉપરાંત મોનાર્ક નેટવર્ક અને એસ્ટ્રલ પાઇપ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પર પણ દરોડા પડ્યા હતા. પ્રકાશ સંઘવી રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. સર્ચ ઓપરેશન દરમિયાન, મોટી સંખ્યામાં બિનહિસાબી દસ્તાવેજો, છૂટક પત્રકો, ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ પુરાવામાં જૂથની બિનહિસાબી આવકનો વિગતવાર રેકોર્ડ છે, જેના પર બાકી કર ચૂકવ્યો નથી. સર્ચ દરમિયાન ડિલિટ કરેલા વોટ્સએપ ચેટમાંથી કરપાત્ર આવક ઘટાડવા માટે કેટલીક એન્ટ્રી થયાના પુરાવા મળ્યા છે.કેટલીક બેનામી પ્રોપર્ટીની પણ ઓળખ કરી છે. પુરાવાની પ્રાથમિક જાણકારી મુજબ કંપની ભંગાર માલનો રોકડમાં વેચાણ કરી તેનો હિસાબ રાખતી નહોતી. જે એકાઉન્ટના નિયમિત ચોપડાઓમાં એન્ટ્રી નથી.