શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 નવેમ્બર 2020 (15:51 IST)

ચોરોનું સ્માર્ટ વર્ક: 11 મિનિટમાં 668 તોલા સોનું અને 1.79 કરોડ કેશ લૂંટી ગયા, અજમાવી આવી તરકીબ

ભરૂચના અંકલેશ્વર સ્થિત ફાઇનાન્સ કંપની ઇંડિયા ઇન્ફોલાઇન ફાઇન્સ લિમિટેડની બ્રાંચને માસ્ક પહેરીને બદમાશોએ સોમવારે ટાર્ગેટ બનાવી હતી. ફક્ત 11 મિનિટમાં લૂંટારાઓએ પહેલાં ઓટીપી-પાસવર્ડ મંગાવીને સ્ટ્રોન્ગ રૂમ ખોલાવ્યા અને ત્યાં રાખેલું 668 તોલા સોનું અને લગભગ 1.79 કરોડની રોકડ રકમ લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કુલ 3.31 કરોડની લૂંટ થઇ છે. 
 
લૂંટારાઓની શોધખોળ માટે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેસ ઇંડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ અંકલેશ્વરના તિરાહા સર્કલ વિસ્તારના આશીષ શોપિંગ ખાતે આવેલી ઓફિસનો છે. લૂંટારાએ સોમવારે સવારે ફાઇનાન્સ ઓફિસ ખુલવાના 45 મિનિટ પહેલાં આવી ગયા હતા. નક્કી પ્લાનિંગ મુજબ કર્મચારી ઓફિસમાં ઘૂસ્યા ત્યારે પહેલો બદમાશ પણ અંદર ઘૂસી ગયો. 
 
ત્યારબાદ અન્ય લૂંટારા પણ પહોંચ્યા. તેમણે બંદૂકની અણીએ 3 મહિલાઓ સહિત 5 કર્મચારીઓને બંધક બનાવ્યા. પછી મુખ્ય બ્રાંચમાંથી ઓટીપી-પાસવર્ડ મંગાવીને સ્ટ્રોંગ રૂમ ખોલાવ્યો અને ત્યાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને કેશ લૂંટીને ભાગી ગયા હતા.