સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 જાન્યુઆરી 2022 (20:07 IST)

Corona Gujara Update - આજે ગુજરાતમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો, સામે આવ્યા 9177 નવા કેસ

રાજ્યમાં દિવસો દિવસ કોરોનાના વધતા કેસે ચિંતા વધારી છે. બે દિવસથી કેસમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે જેનુ કારણ ઉત્તરાયણનો તહેવાર હોય એવુ માનવામા આવી  રહ્યુ છે. આજે 24 કલાકમાં 9177 કેસ નોંધાયા છે, તો 7 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 5404  દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2666 કેસ સુરતમાં 2497 કેસ, વડોદરામાં 1298 કેસ, રાજકોટમાં 587 કેસ,ભાવનગરમાં 295 કેસ, ગાંધીનગરમાં 320 કેસ નોંધાય છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59564 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે. 
 
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. તો ફરી કેસમાં ઘટાડો થયો છે અને આજે 9 હજાર નવા કેસ આવ્યા છે. જો કે કેસમાં ઘટાડાનું કારણ ઉત્તરાયણનો તહેવાર હોઈ શકે છે. ગઈકાલે 10 હજાર કેસની સપાટી વટાવી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9,177 નવા કેસ નોંધાયા છે અને 5404 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરત શહેર અને જિલ્લામાં 2497 કેસ જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં 2666 કેસ નોંધાયા છે.
 
59564 એક્ટિવ કેસ અને 60 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 16 હજાર 090ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 151 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 46 હજાર 375 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 59 હજાર 564 એક્ટિવ કેસ છે, જેમાંથી 60 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 59 હજાર 504 દર્દીની હાલત સ્થિર છે. કાલે  કોરોનાના 10,019 કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, તો 2 દર્દીના મોત થયા હતા. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.