શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2017 (15:02 IST)

ગુજરાતમાં ચોમાસાના દોઢ મહિનામાં સિઝનનો ૮૦.૫૨ ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં વરસી રહેલા વરસાદે સાર્વત્રિક રીતે વિરામ લેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૮ તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેમાં ઓલપાડ, પેટલાદ, ઉમરપાડા, તારાપુર, વિસાવદર અને વાંસદા મળી કુલ છ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૩૨ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સોમવારે સવારે ૭ કલાકે પૂર થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૦.૫૨ ટકા જેટલો નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત રિજીયનમાં ૧૨૧.૪૨ ટકા અને સૌથી ઓછો પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૪.૪૧ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છ રિજીયનમાં ૮૩.૯૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૮.૭૩ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૪.૭૫ ટકા જેટલો વરસાદ થયો હતો. કચ્છ જિલ્લામાં ૮૩.૯૩ ટકા, પાટણ જિલ્લામાં ૧૪૨.૭૨ ટકા, બનાસકાંઠા જિલ્લામાં ૧૬૯.૩૦ ટકા, મહેસાણા જિલ્લામાં ૯૬.૪૦ ટકા, સાબરકાંઠા જિલ્લામાં ૧૦૧.૩૯ ટકા, અરવલ્લી જિલ્લામાં ૭૯.૪૪ ટકા, ગાંધીનગર જિલ્લામાં ૧૨૧.૪૨ ટકા, અમદાવાદમાં ૮૧.૧૪ ટકા, ખેડા જિલ્લામાં ૭૬.૪૬ ટકા, આણંદ જિલ્લામાં ૬૨.૮૬ ટકા, વડોદરામાં ૪૬.૧૫ ટકા, છોટાઉદેપુરમાં ૪૭.૮૯ ટકા, પંચમહાલ જિલ્લામાં ૬૮.૪૬ ટકા, મહીસાગર જિલ્લામાં ૬૫.૬૯ ટકા, દાહોદ જિલ્લામાં ં ૬૪.૨૬ ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૨૬.૭૨ ટકા, રાજકોટ જિલ્લામાં ૯૧.૬૪ ટકા, મોરબી જિલ્લામાં ૧૫૦.૨૬, જામનગર જિલ્લામાં ૮૨.૧૯ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૭૦.૬૧ ટકા, પોરબંદર જિલ્લામાં ૫૩.૮૨ ટકા, જૂનાગઢ જિલ્લામાં ૫૬.૮૭ ટકા, ગીરસોમનાથ જિલ્લામાં ૭૯.૦૭ ટકા, અમરેલી જિલ્લામાં ૬૨.૧૮ ટકા, ભાવનગર જિલ્લામાં ૫૦.૫૫ ટકા, બોટાદ જિલ્લામાં ૮૭.૫૧ ટકા, ભરૂચ જિલ્લામાં ૬૩.૮૪ ટકા, નર્મદામાં ૬૧.૪૭ ટકા, તાપી જિલ્લામાં ૫૩.૯૦ ટકા, સુરતમાં ૮૫.૦૧ ટકા, નવસારી જિલ્લામાં ૬૬.૪૦ ટકા, વલસાડમાં ૮૧.૩૩ ટકા, ડાંગમાં ૬૪.૭૫ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હતો.  રાજ્યમાં થયેલા વરસાદને કારણે રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૫૦ જળાશયોને હાઇ ઍલર્ટ, ૨૦ જળાશયોને ઍલર્ટ અને ૨૩ જળાશયોને ચેતવણી આપવામાં આવી હતી. રાજ્યના ૨૦૩ જળાશયોમાં ૮૮૦૯.૯૮ ટકા જળસંગ્રહ થયો હતો. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૨૦.૬૯ મીટરની જળસપાટીએ પહોંચ્યો છે. જે ૯૫.૭૭ ટકા જેટલો ભરાયો છે.