શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 મે 2021 (17:19 IST)

ગુજરાત એસ.ટી નિગમના 800 કર્મચારીઓ સંક્રમિત થયા, 150 થી વધુ કર્મચારીઓ એ જીવ ગુમાવ્યો, સરકાર પાસે વળતરની માંગ કરી

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાએ રાજ્યમાં શહેરથી લઈએ ગામડામાં તબાહી મચાવી દીધી છે. રાજ્ય સરકાર આ પરિસ્થિતિને પહોચી વળવા ઘણા પ્રયત્નો કરી રહી છે. કોરોનાથી ગુજરાત એસ.ટી વિભાગના 800 કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં મોટાભાગના ડ્રાઈવર અને કન્ડકટર સંક્રમિત છે. આ 800 માંથી 150 કર્મચારીઓ એ પોતાનો જીવ કોરોનાના કારણે ગુમાવ્યો છે.આજે  એસટી મહા મંડળ દ્વારા આ કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. એસ.ટી  મહામંડળના સભ્યોએ બેનર લઈને સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી. આ મહામારીમાં એસ.ટી સેવાઓ અમુક રૂટ પર ચાલુ રાખવામાં આવી હતી. જેમાં રાજ્યમાં લોકો એક શહેરથી બીજા શહેર અને પરપ્રાંતીય લોકોને બીજા રાજ્યમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા લોકડાઉન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન કોરોનાના કહેર વચ્ચે ડ્રાઈવર અને કન્ડકટર એ ફરજ બજાવી છે. તો તેમને યોગ્ય વળતર મળવું જોઈએ.એસટી મહામંડળના કર્મચારીઓએ સરકાર સમક્ષ એ પણ રજૂઆત કરી કે કર્મચારીઓને કોરોના વોરિયરનું બિરુદ આપવામાં આવે. કારણ કે તેઓએ પણ જીવ ના જોખમ એ કોરોના કાળ માં ફરજ બજાવી છે અને તે દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા.