સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 સપ્ટેમ્બર 2022 (09:52 IST)

અમદાવાદની 13 વર્ષની સગીરાને BTS કોરિયન બેન્ડની લત લાગી, બાથરૂમમાં બેસી આવું કરતી

Korean band BTS
સગીર વયના બાળકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર હવે સતત એક્ટિવ રહેતા ઈન્ટરનેટ એડિક્ટ બનવા લાગ્યા છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોરિયાના BTS વીડિયો જોવાની આદત પડ્યા બાદ 11થી 17 વર્ષનાં બાળકોનાં માતા-પિતા માટે ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં એક 13 વર્ષની સગીરા સોશિયલ મીડિયા પર BTS બેન્ડ જોઈ અને તેનો સ્વભાવ ખૂબ જ આક્રમક બની ગયો હતો.જો તેને આ બાબતે ના પાડવામાં આવે તો ખૂબ જ ગુસ્સે થઈ જતી હતી અને અડધો કલાક સુધી બાથરૂમમાં બંધ કરી અને સેક્સ્યુઅલ મૂવમેન્ટ કરતી હતી. બાદમાં તેણે હાથમાં છરી પણ મારી પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવતા સગીરાનું કરવામાં આવ્યું હતું અને હાલમાં તો તેણે આવા વીડિયો નહીં જોવે તેવી બાયધરી આપી હતી.

મહિલા હેલ્પલાઇન અભ્યમ 181માં અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે 13 વર્ષની સગીરા પોતે કોરિયન બેન્ડ જોવે છે, અને ખરાબ આદતોની શિકાર બની છે જેથી તેને કાઉન્સિલિંગની જરૂર છે. મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એકની એક બાળકી છે અને લોકડાઉન દરમિયાન પોતે મોબાઈલમાં કાર્ટુનના વીડિયો જોતી હતી.તેણે ધીરે ધીરે એક કોરિયન બેન્ડ BTSના વિડીયો જોવાના શરૂ કર્યા હતા. ત્યારબાદ પૂરેપૂરી તેમાં જ ખોવાઈ ગઈ હતી. તેને ભારતીય કલ્ચરથી નફરત થવા માંડી હતી અને પોતે ભારત છોડી અને કોરિયા જવા માંગતી હતી. આ બાબતે માતા-પિતાને જાણ થતા તેઓએ તેને સમજાવી હતી પરંતુ તે પોતે ખૂબ જ આક્રમક બની જતી હતી અને જો વીડિયો જોવાની ના પાડે તો તેઓને ખરાબ લાગતા હતા.કોરિયન બેન્ડનો વીડિયો જોવાની ના પાડતા હતા તો પણ પોતે ખૂબ જ આક્રમક બની જતી હતી, અને પોતે બાથરૂમમાં અડધો કલાક સુધી બંધ કરી અને બેસી રહેતી હતી ત્યારબાદ પોતે સેક્સ્યુઅલ મૂવમેન્ટ કરતી હતી. આ રીતે માતા-પિતાને જાણ થતા પોતે ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને તેઓએ અભ્યમ હેલ્પલાઈનની મદદ લીધી હતી.

સગીરાએ પોતે જણાવ્યું હતું કે ડિપ્રેશનમાં છે.ગુસ્સા પર તેનો કંટ્રોલ રહેતો નથી જોકે માતા-પિતાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેવી કોઈ સમસ્યા નથી. બસ આ વીડિયો જોવાના કારણે પોતે વધુ આક્રમક બની જાય છે. જોકે હાલમાં તેને કાઉન્સિલિંગ કરી અને સમજાવતા વીડિયો નહીં જોવે તેવી બાહેધરી આપી હતી.