મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (12:23 IST)

ઊભેલી ટ્રક પાછળ SRP જવાનોની બસ ભટકાતાં અકસ્માત, 17 જવાનો ઈજાગ્રસ્ત

ઊભેલી ટ્રક પાછળ SRP જવાનોની બસ
કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા.  ધુમ્મસને કારણે ધુંધુળુ દેખાતા બસ સાઈડમાં ઉભેલી ટ્રક સાથે અથડાતા નાસભાગ મચી ગઇ હતી. અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ચારની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
 
બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાની-મોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.