સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (09:13 IST)

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ પાસે ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી ગઈઃ ચારના મોત

accident
ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદ નજીક કારના ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો છે, જેમાં બે મહિલા, એક પુરુષ, એક અઢી વર્ષની બાળકીનું ઘટનાસ્થળે મોત થયું છે. મૃતકો અમદાવાદના વટવા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાવાદના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગુરુવારની રાત્રે 8 વાગ્યાના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી કારને અક્સ્માત નડ્યો છે. હાઈવે પર ઊભેલા કન્ટેનર પાછળ ઉપરોક્ત કાર (GJ 27 AA 3063) ઘૂસી જતાં કારચાલક સહિત 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજયાં છે, જેમાં બે મહિલા, એક પુરુષ, એક અઢી વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.ઘટનાની જાણ હાઈવે પેટ્રોલિંગના કર્મીઓને થતાં મહેમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાદ ક્રેન મારફત કારને અલગ કરી કારમાં રહેલા તમામ મૃતદેહોને બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો અમદાવાદ વટવા વિસ્તારના રહેવાસી છે અને ભરૂચ પાસે મિત્રનો અકસ્માત થતાં અન્ય મિત્ર પોતાના મિત્રોના પરિવારજનોને લઈ જતી વેળાએ મહેમદાવાદ પાસે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે.