શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (20:15 IST)

ગોતામાં ફર્નીચરના ગોડાઉનમાં આગ, 12 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

અમદાવાદમાં આગ લાગવાના બનાવોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ચાંગોદર બાદ આજે ગોતા વિસ્તારમાં આવેલા એક ફર્નીચરના ગોડાઉનમાં આગ લાગી હતી. ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. 
 
ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે. ગોતાના સિલ્વર ઓક કોલેજ પાછળ શ્રીજી એસ્ટેટમાં હાલ એક ગોડાઉનમાં આગ લાગવાની જાણકારી સામે આવી રહી છે. 
 
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. આગને કારણે આસપાસના વિસ્તારો તથા ગોડાઉનમાં પણ આગ ફેલાય તેવી શક્યતાને જોતા ફાયર વિભાગ દ્વારા હાલ તો આસપાસ આગ ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ ખબર પડી નથી.