રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2024 (18:59 IST)

અમદાવાદની યુવતીએ આતંકી સાથે કર્યાં લગ્ન

marriage
દિલ્હીમાં ISISના આતંકી શાહનવાઝની ધરપકડ બાદ હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. શાહનવાઝના લગ્ન ગુજરાતની રહેવાસી વસંતી પટેલ નામની મહિલા સાથે થયા હતા. 
 
લગ્ન બાદ તેણે વસંતીનું ધર્મ પરિવર્તન કર્યું હતું અને મરિયમ નામ રાખ્યું હતું. વસંતી પટેલ અમદાવાદની રહેવાશી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, થોડા સમય પહેલા વસંતી પટેલ અને આતંકી શાહનવાઝ પ્રેમમાં પડ્યાં હતા અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું
 
વસંતી પટેલ અમદાવાદના નિકોલની આજુબાજુની હોવાનું પણ જણાવાય છે. શાહનવાઝ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે.
 
શંકાસ્પદ આતંકવાદીઓએ પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારત તથા ગુજરાતના અમદાવાદના ઘણા વિસ્તારોમાં રેકી કરી હતી. આ તમામને દરેક તબક્કે તેમના પાકિસ્તાની હેન્ડલર્સ પાસેથી જરૂરી સૂચનાઓ મળી રહી હતી. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ એન્જિનિયર છે