શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 31 જાન્યુઆરી 2025 (16:25 IST)

અમદાવાદના જુના વાડજના રહેણાંક વિસ્તારમાં 10 કિન્નરોનુ ટોળું એક ઘરમાં ઘૂસી જતાં હંગામો મચાવ્યો

અમદાવાદ
કિન્નરો હથોડા અને લાકડીઓ સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘરમાં તોડફોડ શરૂ કરી હતી. તેમની સામે જે પણ આવ્યું, પછી તે કાર હોય કે ઘરની કોઈપણ વસ્તુ, તેઓએ તેનો નાશ કરવાનું શરૂ કર્યું.
 
જોકે, પોતાનો જીવ બચાવવા માટે પરિવારના તમામ સભ્યો ઘરના એક રૂમમાં સંતાઈ ગયા હતા. આ દરમિયાન વ્યંઢળોએ ઘરમાં રાખેલા ડાઈનિંગ ટેબલ, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ અને અન્ય ઘરવપરાશની વસ્તુઓ તેમજ બહાર પાર્ક કરેલી ઓડી કાર અને ટુ-વ્હીલરની તોડફોડ કરી હતી. આ સાથે વ્યંઢળોએ તેમને જતા સમયે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વ્યંઢળોનો આ સમગ્ર આતંક સીસીટીવીમાં કેદ થયો હતો.