સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 16 જાન્યુઆરી 2023 (13:34 IST)

અમદાવાદમાં ચાંદખેડાની SMS હોસ્પિટલના 7મા માળે નર્સે ફાંસો ખાઈ આપઘાત કર્યો

nurse suicide
અમદાવાદમાં આવેલી એસએમએસ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ત્રણ દિવસથી ગુમ હતી. જેનો આજે એસએમએસ હોસ્પિટલના સાતમા માળેથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ આત્મહત્યા કર્યું હોવાનું જાણવા મળ્યું છે. યુવતી પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પ્રેમ પ્રકરણમાં સુસાઇડ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

એસએમએસ હોસ્પિટલમાં જીમી પરમાર નામની 24 વર્ષની નર્સ ફરજ બજાવતી હતી. 12 જાન્યુઆરીએ હોસ્પિટલથી જીમી પરત આવી નહોતી. જેથી પરિવારે આ મામલે પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં જીમી ગુમ થઈ હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ આજે ત્રણ દિવસે હોસ્પિટલના જ સાતમા માળેથી જીમીનો લટકતી હાલતમાં મૃતદેહ માળ્યો હતો.ચાંદખેડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી ત્યારે જીમીએ આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહ પાસેથી પોલીસને સુસાઇડ નોટ મળી હતી. જેમાં જીમીએ લખ્યું હતું કે, હું મારી મરજીથી જ આ પગલું ભરું છું. આ ઉપરાંત સુસાઈડ નોટમાં પ્રેમ પ્રકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલ પ્રેમ પ્રકરણમાં જીમીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે એફએસએલ અને પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.