બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023 (12:38 IST)

રાજકોટની સ્કૂલમાં વિવાદ વધતાં શિક્ષકને ડિસમીસ કરાયા, જાણો શું હતી આ ઘટના

રાજકોટના રેલનગરમાં વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત 7 ફેબ્રુઆરીના રોજ સવારે ગણિતના શિક્ષક બાલમુકુંદ પંડિત અંગ્રેજી માધ્યમના ધો.8ના ક્લાસમાં મેથ્સની ફોર્મ્યુલા શીખવતા હતા. દરમિયાન એક વિદ્યાર્થિનીને ફોર્મ્યુલા ન આવડતા ચાલુ ક્લાસમાં ઉભી કરી બ્લેક બોર્ડમાં તે ફોર્મ્યુલા જોવા આગળ જવા કહ્યું હતું. બાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને ‘આઇ લવ ધીસ ફોર્મ્યુલા’ એવું બોલ એવું કહ્યું હતું. જોકે, આ અંગે વિદ્યાર્થિનીએ પોતાના પેરેન્ટ્સને વાત કરી હતી. બાદમાં તેમના પેરેન્ટ્સ સ્કૂલે આવ્યા હતા અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી કે, મેથ્મના શિક્ષકે મારી દીકરીને ‘તું આઇ લવ યુ બોલ’ એવું કહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, બાદમાં શિક્ષકને બોલવતા શિક્ષકે જણાવ્યું હતું કે, મેં વિદ્યાર્થિનીને મોટીવેટ કરવા માટે તેને ‘આઇ લવ ધીસ ફોર્મ્યુલા‘ એવું બોલ કહ્યું હતું.

પરંતુ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે અંતે શિક્ષકને ડિસમીસ કરવામાં આવ્યા છે.આ અંગેના સીસીટીવી પણ બહાર આવ્યા છે. જેમાં ક્લાસમાં છેલ્લે ઉભેલા શિક્ષક વિદ્યાર્થિનીને બોર્ડ પાસે મોકલે છે અને કહે છે કે ‘આઇ લવ ધીસ’ એટલો અવાજ સાંભળવા મળે છે. પરંતુ વિદ્યાર્થિનીને સાથે રાખી વાલી સ્કૂલ પર પહોંચ્યા હતા અને સ્કૂલ સંચાલક અશોકભાઈ સમક્ષ ફરિયાદ કરી ગણિતના શિક્ષકે વિદ્યાર્થિનીને ‘આઇ લવ યુ‘ બોલવા કહ્યું હોવાનો આક્ષેપ કરે છે અને તેને સ્કૂલમાંથી દૂર કરવા માગણી કરે છે. દરમિયાન શિક્ષકે કહ્યું કે, વિદ્યાર્થિનીને મોટીવેટ કરવા ‘આઇ લવ ધીસ ફોર્મ્યુલા’ તેવું બોલવા કહ્યું હતું. પરંતુ તેનું ખોટું અર્થઘટન વાલી અને વિદ્યાર્થિની દ્વારા કરાયું. જોકે, મને સ્કૂલ દ્વારા ડીસમીસ કરાયો છે, જેનો સ્વીકાર કર્યો છે. છેલ્લા 30 વર્ષથી ભણાવું છું, પરંતુ આ પ્રકારનો કડવો અનુભવ પ્રથમ વખત થયો છે.