દાહોદમાં 4 મહિનાની બાળકીને લોખંડની રોડથી આપ્યો ડામ, આરોપી ફરાર
Dahod News - સમગ્ર દેશમાં વિકાસના મોડેલ તરીકે જાણીતા ગુજરાત રાજ્યમાં, લોકો હજુ પણ એટલા પાછળ છે કે સહેલાઈથી અંધશ્રદ્ધાનો શિકાર બની રહ્યા છે. આવો જ એક તાજેતરનો કિસ્સો દાહોદ જિલ્લાના હિમલા ગામનો છે, જ્યાં ચાર મહિનાના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાને બદલે, પરિવાર તેને એક ઝાડફૂંક કરનારા તાંત્રિક પાસે લઈ ગયો.
01:07 PM, 8th Feb
હરણી બોટકાંડ: 31 લાખનું વળતર જાહેર
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં તમામ મૃતક બાળકના પરિવારને વળતર પેટે રૂ. 31,75,700 આપવાનો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે
11:33 AM, 8th Feb
સુરતમાં હિટ એન્ડ રન, કારે 5 વાહનોને અડફેટે લેતા 2 ના મોત
સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. જેમાં ડિવાઈડર કૂદીને પૂર ઝડપે આવી રહેલ કારે 5 વાહનોને અડફેટે લીધા હતા. જ્યારે કારની અડફેટે આવેલા 2 લોકોના મોત નિપજ્યા
આ ઘટના સુરત આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર 7 ફેબ્રુઆરીની મોડીરાત્રે બની હતી જ્યા એક પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનને હડફેટે લઈ છ વ્યક્તિને ઉડાવી હતી. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી બે ના મોત થયા છે.
11:19 AM, 8th Feb
સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ
અમદાવાદના સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કન્સ્ટ્રક્શન સાઇટ ભીષણ આગ લાગતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 14 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી