ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 13 ડિસેમ્બર 2023 (10:42 IST)

ગુજરાતના દિગ્ગ્જ MLA આપશે રાજીનામુ , AAPના ધારાસભ્ય ભૂપતભાઈ રાજીનામું આપે એવી શક્યતા

breaking news
આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય પૈકી વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય પાર્ટી છોડી દે તેવા સંકેત છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપશે. ભૂપતભાઈ રાજીનામું આપી દેશે.  થોડા દિવસ પહેલા જ ભાયાણીએ પરોક્ષ રીતે રાજીનામું આપવાની અને  ભાજપ સાથેના સંબંધોની પણ કરી હતી કબૂલાત.   હાલ ભુપત ભાયાણી આ અંગે કંઈ કહેવા તૈયાર નથી. તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતા તેમની સાથે વાતચીત થઈ શકી નહોતી.
 
 સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે.