શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 મે 2019 (12:11 IST)

છેલ્લા બે દિવસમાં અકસ્માતોની વણઝાર, 10 લોકોના મોત બાદ લોકોનો ચક્કજામ

બોટાદ નજીક ઢસાના માંડવા પાસે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં 108 સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત માંડવા પાસે આવેલા રેલવેના પુલ પાસે બન્યો હતો. મળતી માહિતી અનુસાર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ટેન્કર અને પિક અપ વચ્ચે અકસ્માતમાં ઘટના સ્થળે જ 10ના મોત થયા હતા. જેને પગલે આજે સ્થાનિકોએ બોરસદ-ગંભીરા હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. હાઈવે પર દોડતા ભારે વાહનોને લીધે અવારનવાર અકસ્માતો સર્જાતા છે. જેમાં નિર્દોષ વાહનચાલકો ભોગ બનતા હોય છે. તેની વારંવાર પોલીસને રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ જ પગલાં લેવામાં નહી આવતાં સ્થાનિક ગ્રામજનોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યુ છે.સ્થાનિક ગ્રામજનોએ ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ભારે વાહનોના હપ્તા લઇ ભાદરણ અને આંકલાવ પોલીસ વાહનોને બેફામ દોડવાના પરવાના આપતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. પોલીસ ભારે વાહનો સામે કોઈ જ પગલાં લેતી ન હોવાથી ભારે વાહનો બેફામ બની દોડતા હોય છે.