શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ફેબ્રુઆરી 2017 (14:16 IST)

અભિનેતા આદિત્ય પંચોલી જૂનાગઢમાં. ભવનાથ મહાદેવ મંદિરે પૂજા કરી

હિન્દી ફિલ્મોમાં યાદગાર અભિનયનાં ઓજસ પાથરનાર બોલીવુડ સ્ટાર આદિત્ય પંચોલી શુક્રવારે જૂનાગઢનો મહેમાન બન્યો હતા. જૂનાગઢના ડે. મેયર ગીરીશ કોટેચાના ભાઇ વિપુલ કોટેચાના ખાસ મિત્ર એવા આદિત્ય પંચોલી તેમના આમંત્રણને માન આપી જૂનાગઢ આવ્યા હતા. તેઓ સિધા ભવનાથ મહાદેવ મંદિરે પહોચ્યા હતા અને ભકિત ભાવ સાથે શિવજીને અભિષેક કરી પૂજા અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતા.બાદમાં તનસુખગીરી બાપુ સાથે ચર્ચા કરી મંદિર વિષેની વિશેષ જાણકારી મેળવી હતી. આદિત્ય પંચોલીએ જણાવ્યું હતું કે તેઓ બીજી વખત જૂનાગઢ આવ્યા છે. અગાઉ 15 વર્ષ પહેલા આવ્યા હતા. અહિયાં આવીને બહુજ સારૂ લાગે છે. હું પોતે શિવ ભકત છું. મારી પત્ની મુસ્લીમ હોવા છતાં શિવજીની પૂજા કરે છે, કારણકે શિવજી બધા ધર્મના લોકોના દેવ છે. જે અમૃત પીય છે તે દેવ છે અને જે વિષ પીય તે દેવોના દેવ મહાદેવ કહેવાય છે. જૂનાગઢમાં ફિલ્મ સ્ટારના આગમનને કારણે ભાવિકોને ભવનાથ દાદાના દર્શન કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બોલીવુડ  સ્ટાર આદિત્ય પંચોલી શુક્રવારે જૂનાગઢ ખાતે આવ્યા હતા. જૂનાગઢના એક રિસોર્ટમાં થોડું રોકાણ કર્યા બાદ તેઓનો કાફલો ભવનાથ મહાદેવના દર્શન માટે રવાના થયો હતો. મહા શિવરાત્રિના પર્વને લઇને ભકતોની મોટી ભીડ જામી હતી. ભોલે બાબાના જલ્દી દર્શન થાય તે માટે ભાવિકો લાંબી લાઇન લગાવીને  ઉભા હતા.