મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (13:56 IST)

પ્રસૂતિના 12 દિવસ બાદ મહિલાનું મોત થયા બાદ બે દિવસ ઘરમાં જ રહ્યો મૃતદેહ

ઘોઘંબા તાલુકામાં આવેલાં કંકોડાકોઈ ગામમાં એવી ઘટના બની જેને સાંભળીને સૌ કોઈનું માથું શરમથી ઝૂકી જાય. આ ગામમાં એક મહિલાના મોત બાદ ગ્રામજનોએ તેને જાતિવાદનો ભેદ રાખીને સ્મશાનમાં અંતિમવિધિ ન કરવા દીધી. 
 
બે દિવસ ઘરમાં જ રહ્યો મૃતદેહ- પંચમહાલથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો દ્વારા એક મૃતક મહિલાની અંતિમવિધિ અટકાવી હતી.

પ્રાથમિક માહિતી પ્રમાણે આ મહિલાનું પ્રસૂતિના 12 દિવસ બાદ મોત થયું હતું. જે બાદમાં મૃતકના પરિજનો તેમના મૃતદેહને વતનમાં અંતિમવિધિ માટે લાવ્યા હતા.

જોકે ગામના કેટલાક જ્ઞાતિવાદની ભિન્નતા રાખનારા ઈસમો તેમણે અંતિમ સંસ્કાર કરતાં અટકાવ્યા હતા. જે બાદમાં તેમણે 2 દિવસ સુધી મૃતદેહને ઘરમાં જ રાખી અને બાદમાં ખેતરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.