અમદાવાદ શહેરમાં ‘લોક આઉટ’ અને પોલીસની રજા રદ, ‘રેડ એલર્ટ’

શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (14:42 IST)

Widgets Magazine
news of gujarat


ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ઘટનાનું સાક્ષી બનવાનું છે. ચિનના વડાપ્રધાન જીનપિંગ ત્રણ વર્ષ પહેલાં અમદાવાદ આવ્યા હતા. હવે, જાપાનના વડાપ્રધાન શીજો આંબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પહેલી બૂલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત અમદાવાદ ખાતે કરશે. તા. 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન બે VVIPની સજજડ સુરક્ષા માટે શહેર પોલીસે ‘લોક આઉટ’નું રિહર્સલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ શહેર પોલીસ સહિત સમગ્ર રાજ્યના પોલીસકર્મી, અધિકારીઓની રજા આગામી તા. ૧૮ સુધી મુલતવી રાખવામાં આવી હોવાનો DGPએ આદેશ કર્યો છે.

જાપાન અને ભારતના વડાપ્રધાન મહેમાન બનવાના હોવાથી અમદાવાદ શહેરમાં ‘રેડ એલર્ટ’ સાથે સુરક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ આવનારાં બે આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુરક્ષા માટે જરૂર પડ્યે ‘લોક આઉટ’ કરવા માટેની સ્કીમ પોલીસ કમિશનર કચેરી દ્વારા તૈયાર કરી દેવાઈ છે. ‘લોક આઉટ’ જાહેર થાય ત્યારે તમામ પોલીસ સ્ટેશનોમાં નાકા પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તહેનાત થઈ જાય તેની સમજ આપી દેવામાં આવી છે. આજે પોલીસ સ્ટેશનોમાં PIઓએ રોલકોલ (પોલીસની હાજરી) યોજીને લોક આઉટ માટે તૈયાર રહેવાની સુચનાઓ આપી હતી. પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી મોડીરાત્રે લોક આઉટ જાહેર થતાં જ પોલીસકર્મીઓ, અધિકારીઓએ ઓછામાં ઓછા સમયમાં પોતાના નાકાબંધી પોઈન્ટ ઉપર પહોંચવાની સુચના અપાઈ છે. લોક આઉટ જાહેર થતાં જ ACP, DCP અને ઉપરની કક્ષાના અધિકારીઓ પોતાના વિસ્તારમાં પોલીસની ઉપસ્થિતિનું સુપરવિઝન કરી સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા આવશ્યક સુચનો કરશે. જો કે, ‘લોક આઉટ’થી સામાન્ય પ્રજાજનોને કોઈ સમસ્યા નહીં સર્જાય તેમ ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચૂંટણી ટાણે જ મોદી ગુજરાતને ૪ લાખ કરોડના પ્રોજેકટોની લોલીપોપ આપશે

વડાપ્રધાન મોદીનું હાલનું કેન્દ્ર પોતાનું ગૃહ રાજય ગુજરાત છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત ...

news

પાટણ અને મહેસાણામાં પ્રવેશ નહીં કરવાની શરતે હાર્દિક પટેલને જામીન મળ્યાં

પાટણ ખાતે 26 ઓગસ્ટે યોજાયેલા 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમ પહેલાં નવજીવન હોટલમાં ...

news

ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના પુત્રનું અમેરિકામાં હૃદયરોગના હૂમલાથી નિધન થયું

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર પ્રવિણ પટેલનું હાર્ટ એટેકના કારણે ...

news

ગુરૂગ્રામ - રેયાન શાળામાં બીજા ધોરણના વિદ્યાર્થીની હત્યા મામલે કંડક્ટરની ધરપકડ, કર્યો ચોંકાવનારો ખુલાસો

ગુરૂગ્રામ સ્થિત રેયાન ઈંટરનેશનલ શાળામાં બીજા ધોરણના બાળકની હત્યા મામલે પોલીસે બસ ...

Widgets Magazine