મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (18:31 IST)

દિલ્હી કરતાં પણ વધુ ઝેરી બની અમદાવાદની હવા

અમદાવાદની હવાની ગુણવત્તા શુક્રવારે ખૂબ જ ખરાબ નોંધાઈ હતી અને આ સાથે જ શહેરે પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હીનું નંબર-1નું સ્થાન પણ પચાવી પાડ્યું હતું. SAFARના અહેવાલ પ્રમાણે અમદાવાદ અને તેનીઆસપાસના 3 વિસ્તારો લેકાવાડા, રાયખડ અને બોપલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ દેશમાં સૌથી ઉંચો રહ્યો હતો અને તેના પછીના ક્રમે મુંબઈના મઝગાંવ અને મલાડ રહ્યા હતા

દિલ્હી-એનસીઆરમાં હવાના પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટથી લઈને રાજકીય સ્તરે ભારે હોબાળો મચે છે. જોકે, એક તાજા અહેવાલ મુજબ દિલ્હી કરતાં અમદાવાદની હવા વધુ ઝેરી છે. એક અહેવાલ મુજબ રસ્તાઓ પર વધતી ગાડીઓની સંખ્યા અને તેમાંથી નીકળતો ઝેરી ધૂમાડો વાયુ પ્રદુષણમાં વધારાનું એક મહત્વનું પરિબળ છે. પ્રદૂષણનું અન્ય એક પરિબળ હવાની ગતિ પણ પણ છે. પવન ફૂંકાતો ન હોવાથી આપણા વાતાવરણમાં ખૂબ જ નીચા સ્તરે ઝેરી ધૂમાડાનું જાડું સ્તર બને છે અને તે ઉડી શકતું નથી. આથી હવાના પ્રદૂષણમાં વધારો થાય છે
 
છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં પ્રદૂષણનો વિવાદ વકર્યો છે. રાજધાની અને આજુબાજુના વિસ્તારોમાં વધતા પ્રદૂષણના કારણે દિલ્હી અને હરિયાણામાં સરકારે સ્કૂલ-કૉલેજો બંધ રાખવાની ફરજ પડી છે તેમજ દિલ્હીમાં બાંધકામ સહિતની અનેક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અટકાવી દેવી પડી છે. પ્રદૂષણના વધતા સ્તરને કારણે સુપ્રીમ કોર્ટ પણ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ પર ખફા થઈ છે.
 
જોકે, દિલ્હીમાં રવિવારે પવનની ગતિના કારણે હવાની ગુણવત્તા અને વિઝિબિલિટીમાં સુધારો થયો છે. જોકે, હવાના પ્રદૂષણની સમિક્ષા અંગે વધુ આદેશો આવે નહીં ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સોમવારે શહેરમાં પ્રદૂષણનું ઊંચું સ્તર ઘટાડવા માટે લેવાયેલા પગલાંની સમિક્ષા કરશે.