શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 જુલાઈ 2020 (10:23 IST)

ગુજરાતના નવા DGP પદે આશિષ ભાટિયા નક્કી, DGP શિવાનંદ ઝા લેશે નિવૃત્તિ

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા આજે નિવૃત થઇ રહ્યાં છે જેથી નવા પોલીસવડાની નિયુક્તિને લઇને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. આજે દિલ્હીમાં યુપીએસસીની બેઠક મળી રહી છે. જેમાં આ મામલે ચર્ચા કરવા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને ગૃહ સચિવ સંગિતાસિંઘ ભાગ લેવા જઇ રહ્યાં છે.આ બેઠક બાદ રાજ્યના નવા પોલીસ વડાના નામની સત્તાવાર જાહેરાત થશે. અત્યારે રાજ્યના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા લગભગ નક્કી જ છે. 
 
નવા ડીજીપી માટે રાજ્ય સરકારે આઇપીએસ અિધકારીઓના નામોની યાદી જાહેર સેવા આયોગને  મોકલી આપી હતી જેમાંથી આશિષ ભાટિયા, રાકેશ આસૃથાના, એ.કે,સિંઘ અને વિનોદ મલના નામો ટોપ રહ્યાં છે. આ નામો પૈકી રાજ્ય સરકાર નવા પોલીસ વડાની પસંદગી કરશે. બપોર પછી રાજ્યના નવા પોલીસ વડાના નામની સત્તાવાર ઘોષણા થઇ શકે છે. સૂત્રોના મતે, મોડી સાંજે આશિષ ભાટિયા ડીજીપીનો પદભાર સંભાળી શકે છે. 
 
આશિષ ભાટિયા મજબૂત આત્મવિશ્વાસ ધરાવે છે. મક્કમ નિર્ણય લેવામાં સક્ષમ અને સ્વભાવે શાંત અને સૌમ્ય અધિકારી છે. તેમની કારકિર્દીમાં  એવા એક પણ કેસ નથી કે જે તેમને અમદાવાદના પો. કમિશનર બનવામાં અડચણ ઊભી કરે. તેઓ ગુનો ઉકેલવામાં પણ એક્સપર્ટ છે.  ડીસીપી તરીકે તથા જેસીપી તરીકે તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુક્યાં છે. વર્ષ 2008નાં સિરિયલ બ્લાસ્ટ કેસને ઉકેલવાનો શ્રેય તેમને જ જાય છે. 
 
આ તરફ ,શિવાનંદ ઝાની નિવૃતિનો આજે છેલ્લો દિવસ છે. એવી પણ અટકળો ચાલી રહી છેકે, નિવૃતિ બાદ શિવાનદ ઝાની દિલ્હીમાં સેવા લેવામાં આવશે. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડીજીપી શિવાનંદ ઝા વચ્ચે બેઠક પણ યોજાઇ હતી જેમાં નવા ડીજીપીના નામને લઇને ચર્ચા થઇ જાણવા મળ્યુ છે