મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (09:00 IST)

વધુ મોંધા થવાના છે શાકભાજીના ભાવ -શાક-ફળની કીમત સાતમા આસમાને

દિવાળી અને છઠ દરમિયાન તહેવારના સમયને જોતા થતા માંગણી વધારે થવાથી મોંઘવારી વધવાના એંધાણ છે. સેપ્ટેમ્બર મહીનામાં મોંઘવારી ગયા મહીના કરત ઓછી રહી હોય પણ ઓક્તોબરમાં તેના વધુ વધવાની શકયતા જણાવી રહ્યા છે. શાકભાજીની આવક ઘટતા ભાવમાં (Gujarat Vegetable price hike) 30થી 40 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત, મધ્ય પ્રદેશ અને મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે શાકભાજી માર્કેટ પર તેની અસર પડી છે. ભારે વરસાદના (heavy rainfall) પગલે અનેક હાઇવે બંધ છે. 
 
ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે, પરંતુ શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે ભાવમાં ભડકો થયો છે. સિંગતેલ, કઠોળના ભાવ વધારા બાદ હવે શાકભાજીના ભાવમાં પણ 40 રૂપિયે મળતા શાકભાજી અત્યારે 80થી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે.