ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (06:04 IST)

લવજેહાદ - વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ, ગર્ભપાત કરાવવા આપી ધમકી

શહેરના વાસણા વિસ્તાર બાદ હવે વટવા વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી. મહિલા પાસે પૈસા પડાવી લીધા હતા અને ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હતો. જેથી મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 
વટવા વિસ્તારમાં રહેતી મહિલાને વટવા વિસ્તારમાં શાહીબાબા સોસાયટીમાં રહેતા સરફરાઝખાન સાથે દોઢ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને એક દિવસ કેફીપીણું પીવડાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવાનવાર ઘરે આવી બળાત્કાર કરતો હતો જેનાથી મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. મહિલા પાસેથી તેણે રૂ. 2.70 લાખ જે પરત આપ્યા ન હતા. મહિલા અન્ય જગ્યાએ રહેવા ગઈ ત્યારે પણ આવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો. 
 
સરફરાઝે મહિલાને હું તારી સાથે લગ્ન કરી લઈશ એમ કહી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ પૈસા પરત માગતા તેણે આપ્યા ન હતા. મહિલાને ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હતો. જેથી મહિલાએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.