શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 ડિસેમ્બર 2018 (12:16 IST)

લગ્નગાળાના કારણે અમદાવાદ-મુંબઇની તમામ ટ્રેનો પેક લાંબું વેઇટિંગ

ડિસેમ્બરથી શરૃ થયેલી એનઆરઆઇ સિઝન સહિત આ વખતે લગ્નના મુહૂર્ત વધુ હોવાથી અમદાવાદથી મુંબઇ જતી ટ્રેનોમાં ઉંચા વેઇટીંગના પાટિયા લાગી ગયા છે જેનો સીધો ફાયદો એરલાઇન કંપનીઓ ઉઠાવી રહી છે. એરલાઇન કંપનીઓ મુસાફરો પાસેથી ઉંચા ભાડા વસુલી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.હાલમાં મોટાભાગની ફલાઇટોમાં અમદાવાદથી મુંબઇના વન-વે ભાડા અધધ રૃ. ૧૨ હજાર સુધી પહોંચ્યા છે. મહત્વનું એ છે કે આટલા ઉંચા ભાડા એરલાઇન ઇન્ડસ્ટ્રીઝમાં ક્યારેય પહોંચ્યા નથી.

હાલમાં લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. ખાસ કરીને વિદેશ રહેતા ગુજરાતીઓ પણ લગ્ન કરવા તેમજ સગા સંબંધીઓના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ભારત આવી પહોંચ્યા છે.લગ્નગાળાની અસરથી અમદાવાદથી મુંબઇની તમામ ટ્રેનો હાઉસફૂલ જઇ રહી છે.
ખાસ કરીને ચાર દિવસ દરમિયાન એટલે કે ૧૮મી સુધી ટ્રેનોમાં ૨૦૦ જેટલું વેઇટીંગ છે. જેનો સીધો ફાયદો હાલમાં વિવિધ એરલાઇન કંપનીઓ ઉઠાવી રહી છે. અમદાવાદથી મુંબઇની સેવા આપતી જેટ એરવેઝ, ઇન્ડિગો, ગો એર, વિસ્તારા, સહિતની વિવિધ એરલાઇન કંપનીઓ હાલમાં મુસાફરો પાસેથી વન-વે ભાડા રૃ ૯ થી ૧૨ હજાર વસુલી રહી છે.
અમદાવાદથી મુંબઇની ટ્રેનોમાં સીટો ન મળતા મુસાફરો મજબુરીથી ઉંચા ભાડા ખર્ચીને મુંબઇ પહોંચી રહ્યા છે.સામાન્ય દિવસોમાં મુંબઇના વન-વે ભાડા ૧૨૦૦થી ૨૦૦૦ સુધી ચાલી રહ્યા છે. પરંતુ લગ્ન સિઝનને લઇ એરલાઇન કંપનીઓને ઘી-કેળા છે. મહત્વનું એ છે કે આ ઉંચા ભાડા એરલાઇન કંપનીઓએ સિસ્ટમ પર ૧૮મી સુધી રાખ્યા છે ત્યારબાદની તારીખો પાંચ થી બે હજારમાં વન-વે ટિકિટો મળી રહી છે.