ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (13:01 IST)

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ
 
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતની સજાની 14 ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી. 11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી. હવે આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે.