મંગળવાર, 28 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (12:15 IST)

અમદાવાદની શિક્ષિકાને પતિએ માર મારી સસરાને કહ્યું તારી દિકરીને લઇજા નહીતર મારી નાખીશ

Ahmedabad teacher
નરોડામાં રહેતી અને સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને પતિ ઘર ખર્ચ આપતો ન હતો અને મારઝૂડ કરીને માનસિક શારિરીક ત્રાસ આપતો હતો, મહિના પહેલા શાકભાજી લેવા કેમ ગઇ નથી તેમ કહીને મારઝૂડ કરીને સસરાને પણ મારી નાખવની ધમકી આપીને અપમાનીત કર્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ સહિત સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે  નરોડા આદિશ્વરનગર ખાતે નિવર ઇન્ટરસિટી ખાતે રહેતા અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા વિનમ્રતાબહેન અજીતસિંહ ઠાકુર (ઉ.વ.૩૪)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સીટીએમ સ્વામિનારાયણ  કોલોેની પાસે જલદીપ સોસાસયટીમાં રહેતા પતિ  અજીતસિંહ વિરેન્દ્રસિંહ ઠાકુર સહિત સાસરીને ચાર લોકો સામે ફરિયાદ નોધાવી કે  અઢી વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના છ મહિના સારી રીતે રાખવામાં આવી હતી.ત્યારબાદ તારી પિતાએ કાર આપી નથી તેમ કહીને દહેજની માગણી કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા, તકરારથી કંટાળીને મહિલા અઢી વર્ષમાં છ વખત પિયરમાં રહેવા ગઇ હતી. મહિના પહેલા સાંજના સમયે ઘરે હાજર હતી આ વકતે પતિએ આવીને શાકભાજી લેવા કેમ ગઇ નથી તેમ કહીને તકરાર કરીને મારઝૂડ કરી હતી. ચાકુથી દેખાડીને   જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ સમયે મહિલાના પિતા આવતાં તેમનેે પણ તારી દીકરીને લઇ જા નહીતર  મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.