અમદાવાદથી વડોદરા જવા નીકળેલા વાહનચાલકને એફએમ રેડિયો ‘હાઇવે કી બાતે’ સંભળાવશે.

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (12:48 IST)

Widgets Magazine
ahmedabad


અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં.૮ પરથી પસાર થનારા દરેક વાહન ચાલકને આગામી ટૂંક સમયમાં હાઇવે સંબંધિત માહિતી આપતી સ્પેશિયલ એફએમ સર્વિસ મળશે. અમદાવાદથી વડોદરા જવા નીકળેલા વાહનચાલકને એફએમ રેડિયો ‘હાઇવે કી બાતે’ સંભળાવશે. વચ્ચે વચ્ચે મનોરંજક ગીતો સાથે હાઇવે સંબંધિત બુલે‌િટન રેડિયો જોકી આપશે, જેમાં કેટલીક વાર હાઇવે પર વાહન ચલાવવાની શરૂઆત કર્યા પછી ટ્રાફિક જામ, અકસ્માત જેવા કારણસર ફસાય છે અને કલાકો સુધી હાઇવે પર ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોવી પડે છે. આ સંજોગોમાં વાહનચાલકોને વડોદરા સુધી જવા માટે હાઇવે કી બાતે એફએમ સર્વિસ દીવાદાંડી સમાન બનશે.

હાલમાં દિલ્હી-જયપુર પર શરૂ કરાયેલો પાઇલટ પ્રોજેકટ સફળ રહેતાં દેશના ૧૩ હાઇવે સેકશન એફએમ માટે મંજૂર કરાયા છે, જેમાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે-૮નો સમાવેશ થાય છે. હાઇવે કી બાતે દ્વારા વાહનચાલકને વડોદરા કે અમદાવાદથી નેશનલ હાઇવે પરથી જવું કે એક્સપ્રેસ-વે પરથી જવું તે નક્કી કરવામાં સરળતા રહેશે. હાઇવે એડ્વાઇઝરી સિસ્ટમના કંટ્રોલરૂમની સાથે ટોલનાકાઓ, ટ્રાફિક માર્શલ વગેરે મોબાઇલ એ‌િપ્લકેશન તેમજ ટે‌િલફોન નંબર જોડી દેવામાં આવશે જેથી વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે રૂટની મિનિટે મિનિટની માહિતી કંટ્રોલરૂમને મળી રહેશે, જે આરજે દ્વારા પ્રસારિત કરવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદથી વડોદરા વાહનચાલક એફએમ રેડિયો ‘હાઇવે કી બાતે Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

એવું મેળો જ્યાં ખુલેઆમ સેક્સ બનાવવાની મળે છે આજાદી

burning-man-festival -નેવાદ રેગિસ્તાન Black rock city - one week festival મેળાના નમા ...

news

તમિલનાડુ ગર્વર્નરએ કેંદ્રને મોકલી રિપોર્ટ, શશિકલાએ કર્યા સરકાર બનવાનો દાવો

તમિલનાડુના ગર્વનર સી વિદ્યાસાગર રાવએ વીકે શશિકલા અને ઓ પન્નીરસેલ્વમથી ગુરૂવારેને મળ્યા ...

news

રાયબરેલી અમેઠીના પ્રચારમાં કૂદશે પ્રિયંકા, રાહુલ સોનિયાનો પણ કાર્યક્ર્મ નક્કી

ગાંધી પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી-અમેઠીની સીટો પર પ્રિયંકા ગાંધી વેલેંટાઈન ડે એટલે કે 14 ...

news

જૂનાગઢના સિંહોની ડણક હવે યુરોપીયન દેશોમાં પણ ગૂંજશે

ગુજરાતનાં મોટા કહી શકાય તેવા પ્રાણી સંગ્રહાલયોમાં અને દોઢસો વર્ષના ઈતિહાસને સાચવીને ...

Widgets Magazine