શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 21 નવેમ્બર 2021 (00:45 IST)

અમદાવાદના યુવાને CAનો વ્યવસાય છોડીને મધ ઉછેર કેન્દ્ર શરૂ કર્યું, "પ્રોમિસિંગ સ્ટાર્ટ અપ ઓફ ધ યેર" નો એવોર્ડ મળ્યો

inspiring story

14 વર્ષથી કોર્પોરેટ ક્ષેત્રનો મલાઈદાર વ્યવસાય કરનારા ક્યારેય તેમનું કામ છોડીને અન્ય વ્યવસાયમાં જવાનું જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી. એમાં પણ ખેતી છોડીને જવાનો પ્રવાહ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદના CA યુવકે સામા પ્રવાહે ચાલીને મધ ઉછેર કેન્દ્રની શરૂઆત કરી છે. સ્ટાર્ટઅપના ટૂંકા ગાળામાં જ લાખો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપની સ્થાપી દીધી છે. મધ ઉછેરમાં પરંપરાગત પદ્ધતિમાં ફેરફાર કરીને મધમાખીના ઉછેર થકી નવી પ્રોડક્ટસ લોન્ચ કરી છે. 15 લાખનું રોકાણ કરીને છ મહિનાના ટૂંકા ગાળામાં 30 લાખનું માર્કેટ વેલ્યુએશન ધરાવતી કંપની ઊભી કરી છે, સાથે જ મધમાખી ઉછેરના વ્યવસાય થકી આજે 20 લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.
પ્રતિક ઘોડાએ કહ્યું હતું કે, લગભગ 1 વર્ષ પહેલા ઓગસ્ટ 2020માં બી બેસ પ્રા. લિમિટેડની સ્થાપના થઇ હતી. જેનો મુખ્ય હેતુ હતો પ્રોડ્યૂકટીવ અને ઈનોવેટિવએ બિ કીપિંગ કરવું. ખેડૂતને મદદ કરવી કે જેમાં એના ઉત્પાદન માં 30% થી 50% સુધીનો વધારો કરવો અને યોગ્ય ગુણવતા વાળું શુદ્ધ મધ મેળવવું અને ગ્રાહક સુધી પોચાડવુ.આ સૈદ્ધાંતિક વિચારથી અમને જમીન સાથે એન્ડ ખેતી સાથે જોડતા આ કોન્સેપ્ટ પર કામ કરવાની એક નવી દિશા આપી. 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી આ એક વર્ષની નાની યાત્રામાં અમને સારો પ્રતિસાદ મળ્યો એન્ડ ઇન્ડિયન શીએવેર ફોરમ તરફ થી "પ્રોમિસિંગ સ્ટાર્ટ અપ ઓફ ધ યેર" નો એક એવોર્ડ પણ મળ્યો. રાષ્ટ્રીય સ્તરે એન્ડ થોડા જ સમયમાં એક ઇન્ટરનેશનલ લેવલ પર "ગો ગ્લોબલ એવોર્ડ" તરફ થી ફૂડ એન્ડ સ્નેક્સ ની કેટેગરીમાં "ફ્રોન્ટરુનનેર" નો એવોર્ડ વોશિંગ્ટન ડીસી ખાતે આપવામાં આવ્યો જે કંપની, અમારી અને દેશ માટે એક ગૌરવ લેવા જેવી બાબત કહી શકાય.
"એવોર્ડ સમિતિના વાળા ક્રિસ્ટલ પરકોન એ કહ્યું કે "એવોર્ડ મેળવવો એ નાનીસુની સિદ્ધિ નથી. કુલ મળીને વિશ્વ માંથી 178 દેશોમાંથી કુલ 6416 સબમિશન આવ્યાં હતાં"કોવિડ મહામારીની વચ્ચે બી બેસ જેવા એક સ્ટાર્ટ અપ એ જે લીડર શિપ, નવીનતા અને ખેડૂત કૉમ્યૂનિટીને મદદ કરવાનું જે સાહસ બતાવ્યું છે. તે પેહલા ક્યારેય જોયું નથી. બી બેસ ટીમ હવે એક નવીન દિશામાં આગળ વધવા અને હેલ્થ એન્ડ હૅપ્પીનેસ્સ તરફ વધુ ને વધુ ફાળો આપી શકે એન્ડ બને તેટલા લોકો ને સાથે જોડી શકે એવા ઉદેશ સાથે આગળ હરણફાળ ભરી રહ્યું છે.

ચાર લોકોએ ભેગા મળીને શરૂઆત કરી
 
અમદાવાદના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પ્રતિકભાઈ ઘોડાએ જણાવ્યું હતું કે મેં 2006માં મારો ચાર્ડર્ડ અકાઉન્ટન્ટનો અભ્યાસ પૂરો કર્યો અને 14 વર્ષ કોર્પોરેટમાં અલગ અલગ લેવલ પર સર્વિસ આપી, જેમાં કેડિલા, ટોરેન્ટ જેવી ફાર્માસ્યુટિકલ્સ તેમજ મોટિફ ઈન્ડિયા ઈન્ફોટેક તથા સ્ટરલાઈટ ટેકનોલોજી જેવી કંપનીમાં CA તરીકે કામ કર્યું, પરંતુ મારો એક વિચાર હતો કે હું મારું પોતાનું એક વેન્ચર કન્ટ્રોલ શરૂ કરું. બાદમાં અમે ચાર લોકોએ ભેગા થઈને BEE BASE PVT LTD નામની કંપની રજિસ્ટર કરાવી.
 
મધમાખી ઉછેરનો વિચાર કેવી રીતે આવ્યો?
 
પ્રતિકભાઈ ઘોડા કહે છે, એક દિવસ હું મારા કામ અંતર્ગત એક રિસર્ચ માટે જામનગરમાં એક વૈદરાજ પાસે ગયો હતો. ત્યાં તેમની પાસે બે-ત્રણ દર્દી આવ્યા હતા. આ દર્દીઓને શરીરમાં વિવિધ જગ્યાએ દુખાવો થતો હતો. વૈદરાજે એક બોક્સ મગાવ્યું અને એમાંથી એક મધમાખી લીધી. આ મધમાખીને એક દર્દીના હાથની કોણીએ જ્યાં દુખાવો થતો હતો ત્યાં ડંખ મારવા માટે મજબૂર કરી. મધમાખીએ ડંખ મારતાંની સાથે જ થોડીક જ ક્ષણોમાં દર્દીનો દુખાવો દૂર થયો. હું આ જોઈને ચોંકી ગયો. મને વૈદરાજે કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી, પરંતુ આ એપી થેરપીનો એક ભાગ છે. ત્યારે મને સમજાયું કે આમાં કંઈક નવું થઈ શકે એમ છે. મેં આ વિશે જાણતાં ખેડૂતો સાથે વાતચીત કરી, મધમાખી ઉછેરથી શું થઈ શકે એ વિશે રિસર્ચ કર્યું અને બાદમાં આખા પ્રોજેક્ટ પર કામ કરવા માટે મનને મક્કમ કરી લીધું. મેં આ પ્રોજેક્ટને મારાં પરિવારજનો સમક્ષ રજૂ કર્યો અને મારા મામા વિભાકર ઘોડાએ મને સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત વ્યાવસાયિક ધોરણે આગળ વધવાની પ્રેરણા આપી.
 
કંપનીની શરૂઆત આ રીતે થઈ
 
પ્રતિકભાઈ કહે છે, જ્યારે આખા પ્રોજેક્ટને મેં મારા મામા વિભાકર ઘોડા સમક્ષ મૂક્યો ત્યારે તેઓ પણ આ પ્રોજેક્ટમાં કામ કરવા માટે માત્ર 45 મિનિટમાં તૈયાર થઈ ગયા. ડેરી અને કૃષિક્ષેત્રના બહોળા અનુભવી વિભાકરભાઈની સાથે બે અન્ય લોકો ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડો. મનોજ ઘોડા અને સામાજિક કાર્યકર કૃતિ મંકોડી પણ આ પ્રોજેક્ટમાં જોડાયા. અમે તમામ પ્રકારના રિસર્ચ બાદ જામનગર પાસે આમરણ ગામમાં મધમાખીના ઉછેર માટેની એક સાઈટ નક્કી કરી. બાદમાં 15 ઓગસ્ટ 2020ના રોજ BEE BASE PVT LTD નામની કંપની રજિસ્ટર કરાવી. આ કંપની હેઠળ અમે ચારેય જણા મધ અને મધમાખીના ઉછેરમાંથી મળતી અન્ય પ્રોડક્ટોનું ઉત્પાદન કરવા લાગ્યા. ડો. મનોજ ઘોડા એક વિષયના નિષ્ણાત છે અને તેમણે મધમાંથી પ્રોબાયોટિક પર કામ કરવાનો પ્રયાસ કર્યો છે.
 
શરૂઆતમાં કેટલું રોકાણ કરવું પડ્યું
 
શરૂઆતમાં મધમાખીના ઉછેર માટેની 300 પેટી માટે 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું કહેતાં પ્રતિકભાઈ ઘોડાએ ઉમેર્યું કે આ 300 પેટીમાંથી દર 15 દિવસે અમે 750 કિલો મધ એકત્રિત કર્યું. હાલમાં અમારી કંપનીની સ્થાપના કર્યે 6 મહિનાનો સમય થયો છે. અમે આ 6 મહિનામાં લગભગ 3 ટન જેટલું મધ ઉત્પાદિત કરી શક્યા છીએ. સામાન્ય રીતે એક પેટીમાંથી સરેરાશ અઢી કિલો જેટલું મધ નીકળી શકે છે.
 
કંપનીની પ્રોડક્ટનું માર્કેટિંગ કેવી રીતે કર્યું
 
પ્રતિકભાઈ ઘોડાના મામા વિભાકર ઘોડાએ જણાવ્યું હતું કે અમે કંપનીનું સોશિયલ મીડિયા પર પેજ બનાવ્યું છે, જેની પર અમારી તમામ પ્રોડક્ટોની માહિતી છે. લોકો સોશિયલ મીડિયા થકી અમારી પાસે ઈન્કવાયરી કરીને ડિમાન્ડ મેળવે છે. હાલમાં માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને આકર્ષવા માટેનું પગલું લીધું અને વ્હોટ્સએપ પર લોકો અમારી પાસે ડિમાન્ડ કરતા હતા. ત્યાર બાદ પ્રોડક્ટની સપ્લાઇ પણ વધતી ગઈ. હજી સુધી કોઈપણ રિટેલ ચેન કે ડિસ્ટ્રિબ્યુટરશિપમાં અમે ઊતર્યા નથી. એમ છતાંય લોન્ચ કર્યાના 15 દિવસમાં જ અમે 1 ટનનું ઉત્પાદન મેળવી એની સપ્લાઇ પણ કરી છે. કંપનીમાં એક મહિનામાં જ 2 ટન જેટલું મધ ઉત્પાદિત થાય છે અને કંપનીની માર્કેટ વેલ્યુ 30 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પ્રતિકભાઈના જણાવ્યા પ્રમાણે, શરૂઆતના 15 દિવસમાં જ લોકો તેમની પ્રોડક્ટ તરફ આકર્ષાયા હતા અને આ સમયગાળામાં તેમણે 6 લાખ રૂપિયાની રેવન્યુ જનરેટ કરી હતી.
 
પ્રતિકભાઈ પોતાના નવા સ્ટાર્ટઅપમાં 20 લોકોને રોજગારી આપી રહ્યા છે
 
પ્રતિકભાઈ ઘોડા પોતાના મધ ઉછેર કેન્દ્ર થકી 20 લોકોને રોજગારી આપી રહ્યા છે, જેમાં તેમની મધમાખી ઉછેરની સાઈટ પર તેમના પોતાના 3 માણસો કામ કરી રહ્યા છે, જ્યારે 10 જેટલા શ્રમિકોને પણ ત્યાં કામ મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ કામમાં મહિલા સશક્તીકરણને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રતિકભાઈની સાથે કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાયેલાં કૃતિબેન મંકોડી જેઓ સમાજસેવાનું કામ કરે છે. તેમનું 10 મહિલાનું ગ્રુપ પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડીને રોજગારી મેળવી રહ્યું છે, જેમાં વધુ મહિલાઓ જોડાઈ રહી છે.
 
મધ સિવાયની આટલી પ્રોડક્ટોનું ઉત્પાદન થાય છે
 
વિભાકર ઘોડાના જણાવ્યા પ્રમાણે, કંપનીમાં વિવિધ ફ્લેવર ધરાવતાં ઓર્ગેનિક મધનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં આદુ, અજમો, જાંબુ, વરિયાળી, કેસર અને લીચીની ફ્લેવરનો સમાવેશ થાય છે. એ ઉપરાંત વેક્સ, ચોકલેટ હની, હની ચોકલેટ ટ્રફલ, હની ફિલેડ ચોકલેટ જેવી પ્રોડક્ટો પણ તૈયાર કરવામાં આવે છે. એ ઉપરાંત ભવિષ્યમાં પ્રોબાયોટિક અને ઓર્ગેનિક લિપસ્ટિક, વેક્સમાંથી લિપબામ જેવી પ્રોડક્ટ તૈયાર થશે અને બી વેનોમનું માર્કેટિંગ પણ કરવામાં આવશે.