અમદાવાદમાં અમરનાથ યાત્રીઓ પર હૂમલા વિરૂદ્ધ મુસ્લિમ બિરાદરોએ આતંકવાદનું પૂતળું બાળ્યું

મંગળવાર, 11 જુલાઈ 2017 (15:00 IST)

Widgets Magazine
amarnath drivar


અમરનાથના યાત્રીઓ પર હુમલા સંદર્ભે દેશભરમાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે અમદાવાદમાં મુસ્લિમ બિરાદરોએ ઘટનાને વખોડતા વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મુસ્લિમ બિરાદરોએ પાકિસ્તાન અને ત્રાસવાદ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરીને પૂતળું બાળ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ત્રાસવાદીઓનો અડ્ડો બની ગયો છે. 
amarnath

અમરનાથ આતંકી હુમલા મામલો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ વલસાડ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા જશે, સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા કોંગ્રેસ તમામ જિલ્લામાં કેન્ડલ માર્ચ યોજશે. અમરનાથ આતંકી હુમલા મામલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, અમરનાથ યાત્રીઓની આતંકીઓએ બર્બરતા પૂર્વક હત્યા કરી છે. ભારતે હવે જડબાતોડ જવાબ આપવો જોઈએ. ભારતની સંરક્ષણ નીતિ મજબૂત હોવી જોઈએ, દેશમાં કાયમી રક્ષા મંત્રી નથી જે હોવા જોઈએ. બીજી તરફ અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વિશ્વ હિંદુ પરિષદ દ્વારા નિંદા કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં સતત ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક લાગે તે માટે આખું રાજ્ય લશ્કરને સોંપી દેવાની માગણી સાથે વિહિપ દ્વારા સમગ્ર રાજ્યમાં દેખાવો કરવામાં આવશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિજય રૂપાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને ડ્રાઈવર સલીમને ધન્યવાદ આપ્યાં

અમરનાથ યાત્રાએ ગયેલા ભક્તજનોને ત્રાસવાદી હૂમલાનો ભોગ બનવું પડ્યું છે. ત્યારે તેમને હવે ...

news

સુરતની કિરણ હોસ્પિટલ અમરનાથ યાત્રામાં ઈજા પામેલાઓનો ખર્ચો ઉપાડશે, અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ લવાશે

અમરનાથ યાત્રાએ ગયેલા શ્રધ્ધાળુઓ પર અનંતનાગમાં ત્રાસવાદી હુમલો થયો હતો. જેમાં ઈજાગ્રસ્તો ...

news

Amarnath યાત્રાએ ગયેલી ઓમ ટ્રાવેલ્સના ડ્રાઈવરે કંપારી છુટે તેવી ઘટના વર્ણવી

શ્રીનગરના અનંતનાગમાં ત્રાસવાદીઓએ અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતીઓની ઓમ ટ્રાવેલ્સ બસ પર ...

news

(Photo) બસ સાબરકાંઠા પાર્સિંગની હતી પણ તેમાં કોઇ મુસાફરો સાબરકાંઠાના ન હતા - હિમતનગર કલેક્ટર

અમરનાથ યાત્રામાં સાબરકાંઠાના પાર્સિંગ વાળી બસ પર હૂમલો થયો છે. ત્યારે હિંમતનગરના જીલ્લા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine