ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (11:21 IST)

અમિત શાહનો આજે 55મો જન્મદિવસ, સોમનાથના દાદાના શરણમાં શીશ ઝુકાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાનો 55મો જન્મદિવસ વતન એટલે કે ગુજરાતમાં ઉજવી રહ્યા છે. જન્મ દિવસ નિમિત્તે તેઓ સોમનાથના દાદાના દર્શન કરશે. તેઓ સોમનાથ મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ અને મહાપૂજા કરશે. 
 
અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે અને ટ્રસ્ટ દ્વારા આ પૂજા પ્રતિ વર્ષ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ લગભગ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં છે. આ પહેલાં તેઓ તેમનાં કુળદેવીનાં દર્શન કરવા માટે માણસા ગયા હતા.
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના જન્મ દિવસ પર ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષને શુભેચ્છા પાઠવનારાઓનું પુર વહી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી સાથે ભાજપના નેતાઓ તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. દિલ્હી ભાજપે કહ્યું કે અમિત શાહ કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત છે. તો બીજી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમિત શાહ કર્મઠતા સાથે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.