શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જુલાઈ 2017 (12:43 IST)

Amul Dairyને બાનમાં લેનારા ઠાકોર સેનાના 300 કાર્યકરોની અટકાયત

ગુજરાતમાં સામાજિક આંદોલનો ફરી વકરી રહ્યાં છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે સમગ્ર રાજ્યમાં ગુજરાતના ખેડૂતોના દેવા માફી માટે હાંકલ કરી છે. ત્યારે  સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ માત્ર રાહતની વાતો કરાઇ છે. પરંતુ તેના લાભો ખેડૂતો સુધી પહોંચતા નથી. જેથી ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. અન્ય રાજ્યોની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે. ત્યારે ગુજરાત સરકાર પણ દેવા માફ કરે તેવી માંગ સાથે ઠાકોર સેનાએ છેલ્લા બે દિવસથી દૂધ બંધીનું એલાન આપ્યું હતું.

તેના ભાગરૂપે આણંદ જિલ્લા ઠાકોર સેના દ્વારા બધુવાર રાત્રે અમૂલ ડેરીના મુખ્ય ગેટ પાસે ધરણાં કરીને સૂત્રોચ્ચાર સરકાર વિરુદ્ધ કર્યા હતા. આખરે પોલીસે 350 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. અને સવારે મુક્ત કરી દીધા હતા. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા ખેડૂતોના બેંકના દેવાઓ માફ કરવાની માંગ સાથે બે દિવસથી સમગ્ર રાજ્યમાં દૂધ બંધીનું એલાન આપ્યું છે. જેના ભાગરૂપે બુધવાર રાત્રે આણંદ જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ અમીતજી ઠાકોરના નેતૃત્વ હેઠળ ઠાકોર સેનાના કાર્યકરોએ અમૂલ ડેરી પાસે ધરતાં કરી જય જવાન જય કિસાન અને ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.  પોલીસે મોડીરાત્રે ઠાકોર સેનાના પ્રમુખ અમીતજી ઠાકોર, રાજેન્દ્રસિંહ ઠાકોર, અશોકભાઈ ઠાકોર, વૈભવજી ઠાકોર સહિત આણંદ-ખેડા જિલ્લાના 350થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અને વહેલી સવારે મુક્ત કર્યા હતા. જો કે પોલીસે અગમચેતીના ભાગરૂપે અમૂલ ડેરી પાસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેના પગલે કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.