ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (19:50 IST)

કોળી સમાજની મહત્વની બેઠક, કુવરજી બાવળિયાની ફરી નિમણૂક થતા સન્માન

સોમનાથ ખાતે કોળી સમાજની મહત્વની બેઠક મળી છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદે રાજ્યના કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાની ફરી નિમણૂક થતા સન્માન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી.  જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લાટના 15 તાલુકાઓના કોળી સમાજના મુખ્યખ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠકમાં કોળી સમાજને સંગઠિત રાખી સામાજીક, રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લાવી સમૃઘ્ઘર સમાજનું નિર્માણ કરવા ચર્ચાઓ થઇ હતી. પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલ કોળી સમાજને એક તાંતણે બાંઘી સંગઠિત કરી સમૃઘ્ઘર સમાજ બનાવવા આગેવાનોએ શીખ આપી હતી