1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 માર્ચ 2022 (13:40 IST)

મહીસાગરમાં ગ્રીષ્માની હત્યા જેવી જ ઘટના

todays news
સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાન દ્વારા ગ્રીષ્માની ચપ્પુથી ગળું કાપીને હત્યા બાદ મહીસાગર જિલ્લાના એક નાનકડા ગામમાં બનવા પામ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા દુધેલા ગામે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમી યુવાન દ્વારા પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ધા મારી હત્યા કરી દેવામાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 
 
પ્રેમી દ્વારા ચપ્પુના ઘા મારી આરોપી ફરાર થઈ ચૂક્યો હતો. હત્યાના બનાવ બાદ નાયબ જિલ્લા પોલીસવડા ક્રાઇમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચતા પહેલા જ પ્રેમિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.