શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 એપ્રિલ 2021 (09:00 IST)

કચ્છની આરએસએસ મહિલા કાર્યકર્તાએ લાશોનો કર્યો અંતિમ સંસ્કાર, ચિતાને આપી અગ્નિ

ગુજરાતના કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહિલા કાર્યકર્તાઓએ હિંદુ પરંપરા અનુસાર લાશોના અંતિઅમ સંસ્કાર કર્યા હતા. તેના માટે મહિલા કાર્યકર્તાઓની ચોતરફ પ્રશંસા કરવામાં આવી રહી છે. 
 
તમને જણાવી દઇએ કે કચ્છના સુખપરમાં લાશોના અંતિમ સંસ્કાર આરએસએસની મહિલા કાર્યકર્તા હિના રામજી વેલાણીએ કર્યા હતા. અંતિમ સંસ્કાર કરતી વખતે તેમણે પીપીઇ કિટ પહેરી હતી. તેમાં અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. 
 
આરએસએસની મહિલા કાર્યકર્તા હિના રામજી વેલાણીએ હિંદુ ધર્મગ્રંથોના શ્લોકો અને મૃતકના ઉદ્ધાર માટે અંતિમ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરીને તેમના પરિજનોની સંતુષ્ટિ માટે અંતિમ યાત્રામાં પણ ભાગ લીધો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે લાશોને પહેલાં ભૂજના સ્મશાન ઘાટ લઇ જવામાં આવે હતી પરંતુ ત્યાં અંતિમ સંસ્કાર માટે જગ્યા ન હતી. ત્યારબાદ તેની લાશોને સુખપરન સ્મશાનમાં લઇ જવામાં આવી હતી. જ્યાં આરએસએસની મહિલા કાર્યકર્તાઓએ સનાતન વૈદિક પરંપરા વડે લાશોના અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ સંસ્કારમાં ધાર્મિક સામગ્રીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 
 
તમને જણાવી દઇએ કે સેવાનું આ કામ કરતાં પહેલાં હિના વેલાણીએ પોતાના પિતાની અનુમતિ લીધી હતી કે મારે આ કરવું છે. હવે આ કામ માટે હિનાની ચોરતફથી વાહવાહી મળી રહી છે. 
 
કોરોનાના લીધે એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે ઘણીવાર મૃતકના ઘરવાળાને તેમનો ચહેરો જોવો પણ નસીબ થતો નથી. એવી પરિસ્થિતિમાં સુખપુરમાં આરએસએસની મહિલા કાર્યકર્તાઓએ લાશોના અંતિમ સંસ્કાર કર્યા, જેમાં રાષ્ટ્રસેવિકા સમિતિની બહેનો પણ જોડાઇ હતી.