શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ભરૂચ: , શનિવાર, 6 જુલાઈ 2019 (11:32 IST)

અંકલેશ્વરની GIDCમાં ભીષણ આગ, બ્લાસ્ટનું કારણ અકબંધ

અંકલેશ્વરમાં આવેલી જીઆઇડીસીની એક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. જો કે, આગ લાગવાની જાણકારી મળતા 10 ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાન હાની સર્જાઇ હોવાનું સામે આવ્યું નથી. ત્યારે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.
 
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરની જીઆઇડીસીમાં આવેલી સજ્જન ઇન્ડિયા કંપનીમાં ગત મોડી રાત્રે ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાવગવાના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ આગના ધુમાડો દુર દુર સુધી જોવા મળી રહ્યો હતો. જો કે, આસપાસના સ્થાનિકો દ્વારા ફાયર ટીમ અને પોલીસને આગ લાગવાની જાણ કરવામાં આવી હતી.
 
આગની ઘટનાની જાણ થતા જ 10થી વધુ ફાયર ટીમો સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાનો શરૂ કરી દીધો હતો. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ નથી. કયા કારણો સર કંપનીમાં આગ લાગી હોવાનું હજુ સુધી જાણવા મળ્યું નથી. ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.