મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 માર્ચ 2021 (06:47 IST)

આયેશા આત્મહત્યા કેસ: ગુજરાત પોલીસને મોટી સફળતા, પતિ આરિફની ધરપકડ

આયેશા આત્મહત્યા કેસ
રાજસ્થાનના જલોરમાં પરણિત અમદાવાદના આયેશા આત્મહત્યા કેસમાં ગુજરાત પોલીસે તેના પતિ આરિફની પાલીથી ધરપકડ કરી છે. પોલીસે તેના કરતૂતો ઉજાગર કર્યા. . આયેશાને નિકાહ પછી થોડાક જ સમયમાં ખબર પડી કે પતિના ઝાલૌરની બીજી યુવતી સાથે સંબંધ છે. આ મામલે બંને વચ્ચે વિવાદ પણ થયો હતો.  પણ થઈ હતી. 
 
આ પછી આરિફે આયેશાને વધુ પજવવાનું શરૂ કર્યું.  તે  આયેશાની હાજરીમાં જ ગર્લફ્રેંડ સાથે વીડિયો કોલ પર વાત કરવા લગ્યો.  આયેશા સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા  આરીફ કહેતો હતો કે તે આ છોકરીને પ્રેમ કરે છે અને તેની (આયેશા) સાથે લગ્ન તો ફક્ત મોજશોખ માટે કર્યાં છે.
 
આયેશાએ સાબરમતી નદીમાં કૂદીને પોતાનો જીવ આપ્યો. સોમવારે પીડિત આયેશાના પિતા લિયાકત અલી વકીલ સાથે હાજર થયા હતા અને પુત્રીનો ગુનેગાર આરિફને વહેલી તકે  સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.