બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (18:15 IST)

હજીરાના જમીન કૌભાંડને લઇને અર્જુન મોઢવાડિયાએ કર્યા આકરા આક્ષેપો, રાજ્યના સૌથી મોટા લેન્ડ ગ્રેબર માટે લાલ જાજમ પાથરી

હજીરાના જમીન કૌભાંડ પર અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. વિધાનસભામાં નવો કાયદો લેન્ડ ગ્રેબીંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. 
આ કાયદા પ્રમાણે જમીન પર કબજો કરનાર પર કાયદેસર ની કાર્યવાહી કરવાની જોગવાઇ છે. આ કાયદાના અમલ કરી ભાજપાએ નાના લોકો અને ભાજપ સાથે ન સંકળાયેલા લોકોને હેરાન કરવાનું શરુ કર્યું હતું. સરકારે દાવો કર્યો હતો કે કોઇ ચમરબંધીને નહી છોડવામાં આવે.
 
ભાજપની રાજ્ય સરકાર જેટની ઝડપે ફાઈલો ચલાવીને આ ત્રણેય જમીન પ્રકરણોમાં દબાણવાળી અને નવી માંગણીની કુલ ૨૪ લાખ ૭૭ હજાર ચો.મી. જમીનનો દબાણને નિયમિત કરવા અને નવી માંગણી મંજુર કરવામાં ભાવોમાં નિયમ વિરૂદ્ધ રાહત આપીને કુલ રૂ. ૯૮૭૧.૭૪ કરોડનો લાભ કરાવી રહી છે : 
 
• ગરીબ માણસો ઝુંપડુ બાંધીને રહેતા હોય કે સરકારી જમીન ઉપર ૫૦-૧૦૦ વારનું રહેણાંક દબાણ હોય તો લેન્ડ ગ્રેબીંગ એક્ટ લગાવનારી ભાજપ સરકાર AMNS જેવા રાજ્યના સૌથી મોટા લેન્ડ ગ્રેબરને લાલ જાજમ પાથરીને નહીંવત કિંમતે દબાણ નિયમિત કરી દે છે : 
 
• AMNS સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ લગાવવા અને સામાન્ય માણસોને  જે ભાવે જમીન અપાઈ છે તે જ ભાવે જમીનનાં નાણાં AMNS પાસેથી વસુલો :
 
• AMNSના સમગ્ર લેન્ડ ગ્રેબીંગ અને જમીન ફાળવણી કૌભાંડની હાઈકોર્ટના સીટીંગ જજ મારફતે તપાસ કરો
 
• સામાન્ય નાગરીકને ‘‘મફતગાળા’’ના પ્લોટ માટે રઝવાવનાર સરકાર ઉદ્યોગપતિઓને જમીનોની લ્હાણી કરી રહી છે :
 
• લેન્ડ ગ્રેબ્રીંગ કાયદો કર્યો ત્યારે કોઈ ચમરબંધીને રહીં છોડવાની વાત કરનાર સરકાર ‘‘એન્ટી ચમરબંધી સ્કવોર્ડ’’ બનાવશે ? : 
 
• સરકારની ભૂ-માફીયાઓની વ્યાખ્યા કઈ ? 
 
કાયદાના ઓઠા હેઠળ સરકાર પોતે જમીનો પધરાવી દે એને શું કહેવાય ? 
• સરકાર પોતે ભૂ-માફીયાની ભૂમિકામાં હોય તેવું લાગે છે.
 
હજીરા સુરત ખાતેની આર્સેલર મીત્તલ-નિપોન સ્‍ટીલ કંપનીએ કરેલું સરકારી જમીન ઉપરનું દબાણ હટાવવા અને પ્રદૂષણ ઉપર નિયંત્રણની કાર્યવાહી કરવાને બદલે ભાજપની ભ્રષ્‍ટાચારી ગુજરાત સરકાર પોતાના મળતીયા ઉદ્યોગ ગૃહ આર્સેલર મિત્તલ-નિપોન સ્‍ટીલ-AMNSને ૨૪ લાખ ૭૭ હજાર ચોરસ મીટર જમીન કાયદા કાનુનને નેવે મુકીને પાણીના ભાવે મુલ્‍યાંકન કરીને રૂ.૯,૬૮૧ કરોડનું કૌભાંડ કરવા જઈ રહી હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દસ્‍તાવેજી પુરાવાઓ સાથે આક્ષેપો. 
 
(૧) AMNSને અગાઉ ૭૨.૪૮ હે. જમીન રૂ.૭૦૦ પ્રતિ ચો.મી.ના એડહોક ભાવે અને વેલ્‍યુએશન કરાવીને જમીનના જે બજાર ભાવ નક્કી થાય તે મુજબના ભાવ આપવાની શરતે રાજ્ય સરકારે આગતરો કબ્‍જો સોંપેલ હતો. AMNSએ દબાણ કરેલ એડહોક વેલ્‍યુએશનના અઢીગણા લેખે ચુકવણું કરીને સદરહુ જમીન પેટે રૂ.૧૨૭ કરોડ એડહોક ધોરણે ભરેલ હતા. પરંતુ સદરહુ ૭૨.૪૮ હે. જમીનનું કલેકટરશ્રીના અધ્‍યપક્ષદ હેઠળની ડીસ્‍ટ્રીકટ લેન્‍ડ વેલ્‍યુએશન કમીટીએ ૨૦૧૪માં વેલ્‍યુએશન કરતાં રૂ.૧૬૫૨૦ પ્રતિ ચો.મી. થયેલ હતું. છતાં AMNS એ હજુ સુધી આ જમીનના તફાવતનાં નાણા ભરેલ નથી. એટલે વિલંબિત ચુકવણા ઉપર વ્‍યાજ અને સરકારના નવા નિયમ મુજબ-૨૦૨૧નો ભાવ ભરવાનો થાય. 
 
રાજ્ય સરકાર આ કિસ્‍સામાં જીલ્‍લા મુલ્‍યાંકન સમિતિની ભલામણો ગેરકાનુની રીતે ફગાવીને રૂ.૧૬૫૨૦ની જગ્‍યાએ માત્ર રૂ.૧૦૦૦ કરી દેવા માગે છે. અગાઉ ભરેલ રૂ.૭૦૦/ચો.મી. દરનાં બાકી રહેતા વધારાના રૂ.૩૦૦ના અઢી ગણા લેખે ભરાવીને તે હિસાબે માત્ર રૂ.૫૪ કરોડ વધારાના ભરાવીને રૂ.૧૨૭ ૫૪=રૂ.૧૮૧ ભરવાનું જણાવે છે. જો મુલ્‍યાંકન સમિતિના આધારે વ્‍યાજ સહિત વસુલાત કરવાની આવે તો રૂ.૧૬૫૨૦X૭૨૪૮૦૦X૨.૫=૨૯૯૩.૪૦ કરોડ ૨૦૧૪માં ભરવાના હતા. આગોતરા કબજા વખતે ભરેલ રકમનું બાદ કરીએ તો ૨૯૯૩.૪૦-૧૮૧=૨૮૧૨.૪૩ કરોડ ૨૦૧૪માં ભરવાના થાય. પરંતુ ૨૦૨૧ સુધીનું વ્‍યાજ ૨૮૧૨.૪૩X૭X૧૨/૧૦૦=૨૩૬૨.૪૪ આજની તારીખે કુલ વ્‍યાજના થાય. કુલ=૨૮૧૨.૪૩ ૨૩૬૪.૪૪=૫૧૭૪.૮૭ ભરવાના રહે. પરંતુ રાજ્ય સરકાર કુલ માત્ર રૂ.૧૮૧ કરોડ ભરાવવા માગે છે જેનાથી રૂ.૫૧૭૪.૮૭-૧૮૧ કરોડ=૪૯૯૩.૮૦ કરોડનો સીધો ફાયદો AMNSને કરાવવા માગે છે.
 
એરીયા ચો.મી. મુલ્‍યાંકન પ્રતિ ચો.મી. (એડહોક) (રૂપિયામાં) ૨૦૦૮ કુલ રકમ રૂપિયા કરોડમાં મુલ્‍યાંકન પ્રતિ ચો.મી. ૨૦૧૪ (રૂપિયામાં) ૨૦૧૪ પ્રમાણે કુલ રકમ રૂપિયા કરોડમાં ૭ વર્ષ (૨૦૨૧)નું ૧૨ટકા વ્‍યાજ રકમ રૂપિયા કરોડમાં કુલ રકમ રૂપિયા કરોડમાં તફાવત રૂપિયા કરોડમાં ૭૨૪૮૦૦ ૧૦૦૦ ૧૮૧ ૧૬૫૨૦ ૨૯૯૩.૪૦ ૨૩૬૨.૪૦ ૫૧૭૪.૮૭ ૪૯૯૩.૮૦AMNSને સીધો ફાયદો રૂ.૪૯૯૩.૮૦ કરોડનો થાય છે. 
 
(૨) ૨૨.૪૭ હેકટર જમીન સરકારે અગાઉ નાની સહકારી મંડળીઓને નવી શરતથી આપી હતી. સદરહુ જમીન શરત ભંગમાં જતાં શ્રીસરકાર થયેલી છે. આ જમીન ઉપર AMNS એ જુદાં-જુદાં બાંધકામો કરીને દબાણ કરેલ છે. સદરહુ જમીન વિવાદમાં AMNS એ સહકારી મંડળીઓ સાથે ''પતાવટ'' કરેલી છે તથા તેના ઉપરનાં બાંધકામનું દબાણ પોતાનું નથી એવું દર્શાવીને સદરહુ જમીન કોઈપણ રકમ ચુકવ્‍યા વગર પોતાને સોંપી દેવાની AMNS એ માગણી કરેલી છે. હકીકતે આ જમીનનું ૨૦૧૪નું મુલ્‍યાંકન પણ રૂ.૧૬૫૨૦ થાય છે. ૨૦૨૦ સુધી ૧૨ ટકા ક્રમિક વધારો ગણીએ રૂ.૧૬૨૫૦ રૂ.૧૩૮૭૭=રૂ.૩૦૩૯૭/ચો.મી. ભાવ થાય. કંપનીએ જમીન ઉપર દબાણ કરેલ હોય તેના બજાર ભાવના ૨.૫ ગણા લેખે રકમ ચુકવવાની રહે છે તે અનુસાર રૂ.૩૦૩૯૭X૨.૫=રૂ.૭૫,૯૯૨.૫૦/ચો.મી. લેખે AMNS એ ચુકવણું કરવાનું રહે છે. પરંતુ AMNSના જમીન પર ફક્ત રૂ.૮૪૭૧X૨૨૪૭૦૦=રૂ.૧૯૦.૩૪ કરોડમાં ફાળવવા માંગે છે અને તે અનુસાર દરખાસ્‍ત સરભર માટે મગાવવામાં આવેલ છે. AMNS એ કુલ ચુકવવાપાત્ર રકમ ૨૨,૪૭,૦૦X૭૫,૯૯૨.૫૦=રૂ.૧૭૦૭.૫૫ કરોડ થાય છે. પરંતુ AMNS રૂ.૧૭૦૭.૫૫ કરોડ ચુકવવાનો ઈન્‍કાર કરેલ છે.
 
(૩) આ ઉપરાંત AMNS એ ૭૨.૬૪ હેકટર અને ૮૦.૧૬ હેકટર મળીને કુલ ૧૫૨.૮૦ હેકટર જમીન ફાળવવા માટે નવી અરજી કરેલી છે. આ જમીન ઉપર જીંગા ફાર્મ આવેલાં હતાં. સરકારે સદરહુ જમીન AMNSને ફાળવવાની કાર્યવાહી કરતાં ફાર્મ માલિકોએ હાઈકોર્ટમાંથી જીંગા ફાર્મ તોડવા સામે સ્‍ટે મેળવેલ છે. પરંતુ સ્‍ટેની પ્રક્રિયાપૂર્ણ થયા પછી આ જમીન AMNSને સોંપવાની ભલામણ ચાલી રહી છે તે મુજબ રાજ્ય સરકારે નવું ૨૦૨૦માં મુલ્‍યાંકન રૂ.૮૪૭૧ કરેલ છે. હકીકતે આજ જમીનનું જીલ્‍લા લેન્‍ડ વેલ્‍યુએશન કમીટીએ ૨૦૧૪માં રૂ.૧૬,૫૨૦ મુલ્‍યાંકન કરેલું. તેમાં ૧૨ ટકાનો વાર્ષિક ક્રમિક વધારો ગણવાનો રહે છે તે મુજબ રૂ.૧૬,૫૨૦ (રૂ.૧૬૨૫૦X૧૨X૭/૧૦૦) ૧૩,૮૭૭=રૂ.૩૦,૩૯૭/ચો.મી. ગણવાના રહે છે.
 
એરીયા ચો.મી. મુલ્‍યાંકન પ્રતિ ચો.મી. સાલ ૨૦૨૦ ૨૦૨૦ના મુલ્‍યાંકન મુજબ કુલ રકમ કરોડમાં (એ) રૂ.કરોડમાં મુલ્‍યાંકન ચો.મી. સાલ ૨૦૧૪ રૂ.કરોડમાં કુલ રકમ કરોડમાં રૂ.(બી) રૂ.કરોડમાં ૨૦૧૪ અને ૨૦૨૦ના મુલ્‍યાંકનને કારણે સરકારને નુકશાન (બી)-(એ) રૂ.કરોડમાં ૧૫૨.૮૦X૧૦૦૦૦ =૧૫૨૮૦૦૦ ૮૪૭૧ ૧૨૯૪ ૩૦૩૯૭ ૪૬૪૪.૬૬ ૩૩૫૦.૬૬ કરોડ સરકારની નવી દરખાસ્‍તને કારણે રાજ્યની તિજોરીને રૂ.૩૩૫૦.૬૬ કરોડનું નુકશાન જાય તેમ છે. 
 
સરકાર પ્રવર્તમાન નિયમ મુજબ જમીન મુલ્‍યાંકન કરીને ગણતરી કરવામાં આવે તો રાજ્ય સરકારને રૂ. ૯૮૬૧.૭૪ કરોડનું નુકશાન થવાનો અને મતળીયા ઉદ્યોગ ગૃહ AMNSને ફાયદો થતો ક્રમ જમીનનું ક્ષેત્રફળ ચો.મી. જમીનનું ૨૦૧૦નું મુલ્‍યાંકન રૂપિયામાં ૨૦૧૦ના મુલ્‍યાંકન પ્રમાણે કુલ રકમ (એ) રૂપિયામાં જમીનનું ૨૦૧૪નું મુલ્‍યાંકન રૂપિયામાં (બી) ૨૦૧૪ પ્રમાણે વસુલવાની રકમ (બી) રૂપિયા કરોડમાં AMNSને લાભ બી-એ રૂપિયા આ કૌભાંડ માં કોણ કોણ અધિકારી પદાધિકારી સંડોવાયેલા છે તેની હાઇકોર્ટ ના સીટીંગ જજ પાસે તપાસ કરવામાં આવે. જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યાવાહી કરવામાં આવે. કંપનીઓ પાસે થી અત્યાર સુધીનું ભાડુ વસુલવામાં આવે. અમે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવીશું. કયા અધિકારીના ઇશારે જમીન કૌભાંડ ચાલી રહ્યું છે તે રાજ્ય સરકાર સારી રીતે જાણે છે.