મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 એપ્રિલ 2021 (14:16 IST)

સરકારમાંથી અમે એકેય ઈન્જેક્શન આપ્યું નથી. વ્યવસ્થા ક્યાંથી કરી એ સી.આર.પાટીલને પુછોઃ સીએમ રૂપાણી

રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધન્વંતરી રથનું લોકર્પણ કર્યું છે. જે દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રીએ સી.આર પાટીલે કરેલા 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સી.આર પાટીલને સરકારમાંથી એક પણ ઈન્જેક્શન અમે આપ્યું નથી.

બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે આક્ષેપો કર્યા છે.રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી તે વિશે તેમને પૂછો. સરકારમાંથી એક પણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે તેને સરકારને કંઈ લાગતું વળગતું નથી.આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં કોરોનાના 1.35 લાખ કેસો આવી રહયા છે. ગુજરાતમાં પણ 4500 કેસો આવ્યા છે, મહારાષ્ટ્રમાં 60,000 છે. કોરોના સંક્રમણમાં ઓછા લોકો સંક્રમિત થાય તે માટે ધ્યાન રાખવામાં આવે છે. ગત વર્ષે 1800 થી 4500 સુધીનો વધારો થયો છે. 8 દિવસમાં 15000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 3100 આઈસીયુ, 965 વેન્ટિલેટરનો વધારો કર્યો છે. રેમડેસિવિર ઇજેક્શનની માત્રા વધારી છે. ચાર મહાનગરો વધુ સંક્રમિત છે, લોકોને વિનતી કરું છું બહારના નીકળો. માસ્ક ફરજીયાત પહેરો પોલીસ પણ કડક અમલ કરશે.દંડ પર વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, સરકારને દંડના પૈસામાં કોઈ પણ રસ નથી. 1000 દંડ આપણે હાઇકોર્ટના કહેવાથી લઈ રહયા છીએ. સુરતમાં 10 હજાર ઈન્જેક્શન કિરણ હોસ્પિટલને આપ્યા છે. 2000 ઈન્જેક્શન સુરત સરકારી હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે. 3 લાખ ઈન્જેક્શનનો નવો ઓર્ડર આપ્યો છે.