સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 (11:50 IST)

મોરબી-રાજપર રોડ પર ભયંકર અકસ્માત, વીજપોલ સાથે કાર અથડાતા ત્રણના મૃત્યુ

મોરબી-રાજપર રોડ પર થોરાળા ગામથી આગળ જવાના રસ્તે વીજ પોલ સાથે એક એસેન્ટ કાર ધડાકાભેર અથડાઇ હતી,  ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજયાં હતા.. હાલમાં આ તમામ મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતનાની જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
 
બુધવારની રાતે ટંકારા તરફ આવી રહ્યાં હતા ત્યારે રાત્રે 10.30 કલાકની તેમની કાર થોરાળા ગામના પાટિયા પાસે વીજળીના થાંભલા સાથે જોરથી અથડાઈ હતી.  આ અકસ્માતમાં સાહેબલાલ, તેમનાં પત્નિ તથા કોન્ટ્રાક્ટરનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યુ હતું. કાર કેવી રીતે વીજળીના થાંભલા સાથે સાથે અથડાઇ તે અંગે હજુ સુધી કોઇ વિગતો સામે આવી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કાર વળાંકના સમયે વીજળીના થાંભલા સાથે સાથે ટકરાઈ હતી. રાતના અંધારામાં વળાંકનો ખ્યાલ ના આવતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત એટલો જોરદાર હતો કે થાંભલા સાથે અથડાયા બાદ કારનો ભુક્કો બોલી ગયો હતો. કાર પલટી મારી ગઇ હતી અને તેના કારમે ત્રણેયનાં દબાઈ જવાથી મોત થયાં હતાં.  અકસ્માતની જાણ થતાં થોરાળા ગામના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસને મદદ કરી હતી