મોરબીના સિરામીક ઉદ્યોગમાંChina Tileના વેચાણ પર બ્રેક લાગશે

શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:08 IST)

Widgets Magazine
china tiles


ગુજરાત હાઈકોર્ટે ગુરૂવારે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીને રાહત પહોંચાડે તેવો ચુકાદો આપ્યો હતો. ચાઈનીઝ કંપનીઓએ એક સ્ક્વેર મીટર વિટ્રિફાઈડ ટાઈલ્સના વેચાણ સામે $1.87ની એન્ટિ ડમ્પિંગ ડ્યુટી ભરવાનો વિશ્વાસ આપવો પડશે. આ ઓર્ડર 25 જુલાઈથી લાગુ પડશે. આ દિવસે હાઈકોર્ટ મોરબી અને સાબરકાંઠાના સિરામિક ઇન્ડસ્ટ્રી એસોસિયેશનની પિટિશન સાંભળશે.

ચાઈનીઝ કંપનીના આવ્યા પછી ગુજરાતની સિરામિક ઇન્ડસ્ટ્રીને કપરા સમયનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સિરામિક એસોસિયેશનના મતે ચાઈનીઝ પ્રોડક્ટ પર માત્ર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદી દેવાથી આ સમસ્યાનો નિકાલ નહિ આવે. વળી, સાત જેટલી ચાઈનીઝ કંપનીઓને ભારતમાં માલનું વેચાણ કરવા પર ડ્યુટી ભરવામાંથી મુક્તિ આપી છે. એન્ટિ ડમ્પિંગ ડ્યુટીના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું કે ચાઈનીઝ ઉત્પાદનકર્તા અને એક્સપોર્ટર્સ એન્ટિ ડમ્પિંગ ડ્યુટી નિશ્ચિત કરવામાં સાથ સહકાર નથી આપી રહ્યા. આથી એસોસિયેશને ચાઈનીઝ ટાઈલ્સના વેચાણ પર નિશ્ચિત એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવા સામે પણ વિરોધ ઊઠાવ્યો હતો. મોટાભાગના સિરામિક એસોસિયેશન જે ડ્યુટી નિશ્ચિત કરવામાં આવી છે તેનાથી સંતુષ્ટ નથી. તેમાં સાત ચાઈનીઝ કંપનીઓને બાકાત રાખવા સામે પણ તેમનો વિરોધ છે.એસોસિયેશને ચુકાદા સામે પ્રશ્ન ઊઠાવતા ઓથોરિટીએ 14 જૂને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સિરામિક ઇન્ડસ્ટ્રી એસોસિયેશને ફરિયાદ કરી હતી કે તેમને પક્ષ રજૂ કરવાનો મોકો આપવામાં નહતો આવ્યો. તેમણે દલીલ કરી કે ઓથોરિટીએ સાત કંપનીને બાકાત રાખવાના નિર્ણય સામે તેમના વાંધાને પણ ધ્યાનમાં લીધો નહતો. આ મામલો છેવટે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટમાં પિટિશન કરનારા મોરબી સિરામિક્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના કે.જી કુંડરિયાએ જણાવ્યું કે ચાઈનીઝ કંપનીઓને ભારત માલ મોકલવામાં ખૂબ ઓછો ખર્ચો થાય છે, ખાસ કરીને દક્ષિણ ભારત. તેની સામે ભારતના ઉત્પાદકો ટ્રકથી તેમનો માલ મોકલતા હોવાથી તેમને ટ્રાન્સપોર્ટેશનની કિંમત જ ઘણી વધી જાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી ચાઈનીઝ કંપની ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News Ban On China Tiles In Morbi

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Junagaમાં અજબ પ્રેમ કી ગજબ કહાની, યુવકે કિન્નર સાથે લગ્ન કર્યાં

જૂનાગઢમાં આંઘળા પ્રેમની કહાણી જોવા મળી. એક સાધારણ કુટુંબના યુવકને કિન્નર સાથે પ્રેમ થયો ...

news

રાજકોટ ઍરપોર્ટ પર વિમાન હાઇજેક થયું : દિલધડક દ્રશ્યો સર્જાયાં

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથયાત્રીઓ ઉપર થયેલા ત્રાસવાદી હુમલાના વિરોધ વચ્ચે રાજકોટ ઍરપોર્ટ ...

news

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ સામે માત્ર 53 ટકા વાવણી થઈ, કપાસ- મગફળીનું વિક્રમી વાવેતર

રાજ્યમાં આ વખતે વહેલો અને સારો પ્રારંભિક વસાદ વરસતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી અને ...

news

Saurashtra News - હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તણાવ ભરી સ્થિતી

હળવદમાં ગામમાં જૂથ અથડામણ થવાના કારણે અનેક લોકો ઈજા પામ્યા છે અને 2 લોકોના મોત થયા છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine