શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 27 મે 2020 (19:58 IST)

Prahlad Jani - ચૂંદડીવાળા માતાજીએ દેહત્યાગ કરતાં ભક્તોમાં શોક છવાયો, 2 દિવસ પાર્થિવ દેહના દર્શન કરી શકશે

mataji
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે રહેતા ચૂંદડીવાળા માતાજીએ પોતાના વતન ચરાડા ખાતે રાત્રે 2.45 મિનિટ દેહ ત્યાગ કરતાં તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના પાર્થિવ શરીરને તેમના અંબાજી ખાતેના આશ્રમમાં લવાયો છે જ્યાં બે દિવસ સુધી તેમના ભક્તો તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકશે. જોકે ગુરુવાર સવારે 8.15 મિનિટ શાસ્ત્રોક વિધિ દ્વારા તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવશે. ચૂંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું અને તેવોએ 11 વર્ષની ઉમરથી અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો અને છેલ્લા 82 વર્ષથી જળ અને અન્ન વગર જીવતા હતા. 
 
જેથી તેમના ઉપર 2004 અને 2010માં ડોક્ટરો દ્વારા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ અને ડિફેન્સની ટીમે રિસર્ચ કર્યું હતું અને તેવો હેરાન રહી ગયા હતા. જોકે હમણાં લોકડાઉનમાં 92 વર્ષની ઉંમરે તેમની તબિયત ખરાબ થતાં અને તેમને શરદી-ખાંસી થતા તેમનો કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો પણ તેવો બીમાર હોવાથી તેવો પાણી ન પીતાં હોવાથી તેમને દવા અપાઈ ન હતી અને તેમના ઉપર આયુર્વેદિક લેપ લગાવવામાં આવ્યો હતો. 
 
જોકે તેમને આજે સવારે પોતાનો દેહ ત્યાગ કરી દીધો હતો જેથી તેમના પાર્થિવ શરીરને તેમના આશ્રમમાં લવાયો છે પરંતુ લોકડાઉનના કારણે અહીં ભક્તોને ન આવવાની અપીલ કરાઈ છે અને ફેસબુક અને યૂટ્યૂબના માધ્યમથી તેમના પાર્થિવદેહના ભક્તોને દર્શન કરાવવામાં આવી રહ્યા છે.
 
ચૂંદડીવાળા માતાજીના દેશ અને વિદેશમાં અનેક ભક્તો હતા અને આ ઉપરાંત જે પણ લોકો માં અંબાના દર્શન કરવા અંબાજી આવતા ત્યારે ચોક્કસ ચૂંદડીવાળા માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા જોકે હવે ચુંદડીવાળા માતાજી બ્રહ્મલીન થતા તેમના લાખો ભક્તોમાં ગમગીની છવાઈ છે. ચૂંદડીવાળા માતાજી મોડી રાત્રે બ્રહ્મલીન થયા છે અને તેમના પાર્થિવ દેહને અંબાજી લવાયો છે.