ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 26 જુલાઈ 2017 (18:02 IST)

બનાસકાંઠામાં પુરમાં ફસાયેલા એક જ પરિવારના 17 સભ્યોનું મોત

ઉત્તર ગુજરાતમાં અત્યારે જળપ્રલયની સ્થિતિ છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં વધુ એક   ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાના રૂણી ગામે એક જ પરિવારના 17 લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ખારિયાના દેશલાજી નવાજી ઠાકોરનો આ પરિવાર હતો.

છ ભાઇઓનો પરિવાર એક સાથે રહેતો હતો. જેમનું પૂરમાં ફસાઇ જતાં મોત થયાં છે. આ પરિવારમાંથી એક જ વ્યક્તિ બચ્યા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.મળતી માહિતી પ્રમાણે આ પરિવાર પૂરના પાણીમાં ધાબા પર આસરો લીધો હતો. પરંતુ પાણીનો પ્રવાહ વધી જતાં સમગ્ર પરિવાર પુરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુત્રો એ પણ જણાવી રહ્યા છે કે આ પરિવારે તંત્રનો સંપર્ક સાધવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને મદદ મળી શકી નહોતી. હેલિકોપ્ટરથી તેમને મદદ મળી હોત, તો કદાચ તેમનો જીવ બચી ગયો હતો. આસપાસના ગામ લોકોએ તેમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ, તંત્ર ત્યાં પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
 
છ ભાઇઓના પરિવાર ઉપર આભ તુટી પડયુ હોય તેમ આખો પરિવાર પુરપ્રકોપનો ભોગ બન્યો છે જેમાં પુરૂષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. પુલના તુટતા નદીના પાણી ખારીયા ગામમાં ફરી વળ્યા હતા અને તેમાં આખો પરિવાર સાફ થઇ ગયો હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ગમગીની ફેલાવી દીધી છે.
 
છ ભાઇઓનો પરિવાર એક સાથે રહેતો હતો. જેમનુ પુરમાં ફસાઇ જતા મોત નિપજયા છે. આ પરિવારમાંથી એક જ વ્યકિત બચી છે. આ પરિવારે તંત્રનો સંપર્ક સાધવાનો ખુબ પ્રયાસ કર્યો હતો. જો કે તેમને મદદ મળી નહોતી. હેલીકોપ્ટરથી તેમને મદદ મળી હોત તો કદાચ તેમનો જીવ બચી ગયો હોત. આસપાસના ગામ લોકોએ તેમના મૃતદેહ બહાર કાઢયા હતા. હાલ આર્મી સહિતની ટીમો અને સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
 
કાદવમાંથી બહાર કઢાયા મૃતદેહો -    ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. હજુ અનેકગામો સંપર્ક વગરના છે. આ ૧૭ જણાને કોઇ બચાવવા આવ્યુ ન હતુ તેથી તેઓ મોતને ભેટયા હતા. આજે કાદવમાંથી આ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પાવડાથી ખોદી બહાર લવાયા હતા.
 
દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ આ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતાં અને ૧૫-૧૫ ફુટ સુધી  પાણી ઉંચે ચડતા ઘરના ઘર ડૂબી ગયા હતા. અત્યારે આ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું અને અત્યારે લોકોના ટોળેટોળા ગામમાં ઊમટી પડ્યા છે. એવું જાણવા મળે છે કે બનાસ નદીના ધસમસતા પાણીએ કાળો કેર વર્તાવ્યો હતો. હજુ અનેક લાશો કાદવ હેઠળ દટાયેલી હોવાનું જાણવા મળે છે, તેથી મૃત્યુઆંક  વધશે તેવું જણાય છે. ખૂબ જ ભયાનક સ્થિતિ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.ટોટણા, જામપુર અને નડી ઉપરના ઘણા ગામોમાં પૂરે વિનાશ સર્જ્યો હોવાનું જાણવા મળે છે. આ ગામોમાં અનેકના મોત થયાનું જાણવા મળે છે.