રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (14:31 IST)

ગુજરાતના 60 હજારથી વધુ બેંક કર્મચારીઓની હડતાલ

વિવિધ માંગો સાથે દેશભરના બેંક કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતરી આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ 60 હજારથી વધુ બેંક કર્મચારી હડતાલ પર ઉતરી આવ્યા છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં બેંક કર્મચારીઓ ધરણા અને રેલી કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. રાજકોટમાં 3200 સહિત સૌરાષ્ટ્રના કુલ 5000થી વધુ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 10 હજારથી વધુ, અમદાવાદમાં અને વડોદરામાંથી હજારોની સંખ્યામાં બેંક કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.અમદાવાદમાં આજે સવારે દસ વાગ્યાના અરસામાં ઇન્દુચાચાની પ્રતિમા પાસે તમામ રાષ્ટ્રીયકૃત બૅન્કના કર્મચારીઓ એકત્રિત થશે અને ત્યાંથી રેલીના સ્વરૂપમાં વલ્લભસદન જશે. વલ્લભસદન ખાતે સૂત્રોચ્ચાર કરીને અને બૅન્કના યુનિયનના નેતાઓ વિરોધ કરીને સુત્રોચ્ચાર કરી રહ્યાં છે. વડોદરામાં અલ્કાપુરી સ્થિત બેંક ઓફ બરોડા બહાર સરકાર સામે દેખાવો કર્યાં હતા, બેનર્સ સાથે સૂત્રોચ્ચારો કરીને પોતાની માંગણીઓને રજૂ કરી હતી. બેંકની હડતાલથી 1 હજાર કરોડનું ક્લીયરન્સ અટવાઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાંથી કુલ 19 બેંકના કર્મચારીઓ હડતાળ પર છે. જેમાં દક્ષિણ ગુજરાતના 10 હજારથી વધુ કર્મચારીઓ જોડાયા છે. સુરતના ઘોડદોડ રોડ ખાતે મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ દ્વારા દેખાવો કરાઈ રહ્યા છે. જેના પગલે 1400 કરોડ જેટલી રકમનું ક્લિયરિંગ અટવાઈ જશે. રાજકોટના 3200 સહિત સૌરાષ્ટ્રના 5000 જેટલા બેંક કર્મી આજથી હડતાળમાં જોડાયા છે. બેંક કર્મચારીઓ જુદી- જુદી પડતર માગણીઓને લઇ આજ અને આવતી કાલે બેંક કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે.