સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (14:34 IST)

અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરતા હોય તો સાવધાન, 130 લોકોને નોટિસ

GUJARAT TRAFFICE POLICE
અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરતા ચેતજો, 130 ચાલકોને નોટિસ આવી છે. વારંવાર ટ્રાફિક વાયોલન્સ કરનાર કરીને ગુના આચરનાર 130 વાહનચાલકોને નોટિસ ઇશ્યૂ કરાઈ છે. છેલ્લા 15 દિવસમાં 130 નોટિસ ઇશ્યૂ કરીને આરટીઓએ સપાટો બોલાવ્યો છે. બાવળા એઆરટીઓ કચેરીએ તો સુનાવણી કરીને 50 વાહન માલિકોના લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે સુભાષબ્રિજ આરટીઓમાં સુનાવણી હાથ ધરાઇ છે અને વસ્ત્રાલ એઆરટીઓ કચેરીમાં હવે સુનાવણી હાથ ધરાશે. ટ્રાફિક વિભાગ દ્વારા 130 વાહનોની યાદી મોકલાઈ હતી, જેમાં સુભાષબ્રિજ આરટીઓ વિસ્તારના 50 વાહનો હતાં, આરટીઓ કચેરીએ આ બધાના ચાલકોને નોટિસ ઇશ્યૂ કરી દીધી છે, જેમાંથી બેની સુનાવણી થઈ ગઈ છે પણ નિર્ણય બાકી છે.

બાવળા એઆરટીઓ કચેરીએ તો 50 વાહનમાલકોને નોટિસ ઇશ્યૂ કરીને સુનાવણી પણ પુરી કરી દીધી છે અને લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે વસ્ત્રાલ આરટીઓએ તેમના વિસ્તારના 30 વાહનચાલકોને નોટિસ ઇશ્યૂ કરી છે. હવે સુનાવણી હાથ ધરશે. ત્રણ મહિનાથી લઇ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. ટ્રાફિક વિભાગ દ્વારા વારંવાર મેમો ઇશ્યૂ કરાયા હોય તેવા વાહનોની યાદી આરટીઓને મોકલાય છે, કેટલાક કિસ્સામાં તો 25 મેમો ઇશ્યૂ કરાયાનું સામે આવ્યું છે. સુભાષબ્રિજ આરટીઓમાં એક વાહન ચાલકની સુનાવણીમાં ખબર પડી કે તેણે છ મહિના પહેલાં જ વાહન ખરીદ્યું હતું. જૂના માલિકના નામે 22 મેમો નીકળ્યા હતા. હવે બંનેની સુનાવણી થઇ ગઇ પણ હજી મામલો ગૂંચવાયેલો છે.