શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (13:10 IST)

ભાવનગરમાં બોર્ડની પરીક્ષામાં ઘુસી ગયું મધમાખીઓનું ઝુંડ, 25 વિદ્યાર્થીઓને માર્યા ડંખ

ભાવનગર જિલ્લાના તળાજાના સથરા ગામની શાળામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીના ઝુંડે કેન્દ્ર સંચાલક અને પંદર જેટલા વિદ્યાર્થીઓને ડંખ મારતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
 
રાજ્યમાં હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ભાવનગરમાં તળાજાના સથરામાં બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખી કરડી જતા ધોરણ-10ના 25 વિદ્યાર્થીઓએ સારવાર માટે ખસેડવામાં આવી છે.
 
10ની બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા મધમાખીઓ નું એક ઝુંડ ખસી આવ્યું હતું અને 25 પરીક્ષાર્થીઓ ને તેમજ કેન્દ્ર સંચાલક ને મધમાખીએ ડન્સ દેતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.