શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (20:43 IST)

આ છે ભાવનગરનો અનોખો ચાવાળો, જેની પ્રતિભાના છે સૌ કાયલ

આ દુનિયામાં ઈશ્વરે માનવીને તો એક જેવો બનાવ્યો છે પણ સમય સાથે કોઈ સારુ બન્યુ તો કોઈ ખરાબ.  પણ હા એક વસ્તુ એવી છે જે કહી શકાય કે ઈશ્વર દરેકને નથી આપતી. એ છે કળા. જી હા મિત્રો એ કળા પછી સારા કંઠની હોય કે સારા ચિત્ર બનાવવાની હોય કે મગજની હોય. 
 
કહેવાય છે કે કળા કોઈનાથી છિપી રહી શકતી નથી. પરંતુ જેને સારુ પ્લેટફોર્મ મળી જાય એ આગળ વધી જાય અને જેને ન મળે નાના મોટી જગ્યાએ પોતાની કલાના પ્રદર્શનથી લોકોના દિલ જીતીને ખુશ થતા હોય છ. અમે વાત કરી રહ્યા છે ઝારખંડના એક યુવાનની જે ભાવનગરના સીમાડે આવેલી નારી ચોકડી નિકત એક ચાની હોટલમાં મજુરી કરે છે અને સાથે પોતાની પ્રતિભા માટે પણ જાણીતો છે. આ યુવાનના ગીત ગાવાની એક અનોખી કલા છે. તે ચા બનાવવાની સાથે પોતાનો આ શોખ પણ પુરો કરી રહ્યો છે. 

 
તમને અમારી વાત પર વિશ્વાસ ન આવતો  હોય તો તમે આ વીડિયોમા જોઈ શકો છો. જેમા તે એક હાથમાં માઈક્રોફોન સાથે ગીત સંગીત સાથે તાલ મેળવી રહ્યો છે. તો બીજા  હાથે સાણસી વડે ચા નું વાસણ પકડી તેના પર પણ ધ્યાન આપી રહ્યો છે. ઘણીવાર ગીત ગાતા ગાતા તે એટલો મગ્ન થઈ જાય છે કે ગરમ ગરમ ચાની તપેલી પણ હાથથી પકડી લે છે.  હવે જોવાનુ એ છે કે આ ચા વાળાની કિસ્મત તેની કલાને આધારે ક્યારે ચમકે છે.