બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (10:03 IST)

ભાવનગરનો વિમલ કાંબડ 16 અને 17 ઓગસ્ટે KBCમાં હોટ સિટ પર બેસશે

vimal kabad kbc
ભાવનગર  શહેરના આનંદનગર વિસ્તારના શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિમલ કાંબડ નામના યુવાને કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સિટ પર બેસવાનું સ્વપ્ન જોયેલું અને તે આખરે તેની ધગશ અને સતત આ દિશાની મહેનતને લીધે સાકાર થયું છે.

વિમલ કાંબડ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં વિજેતા થઇ જતા હવે આગામી આઝાદીના પર્વ બાદ તા.16 અને તા.17 ઓગસ્ટે આ યુવાન બીગ બી સામે હોટ સીટ પર બેસીને સવાલોના જવાબ આપતો નજરે પડશે. જે ભાવનગર માટે ગૌરવની બાબત છે. તે પોતાની બહેન શિવાનીને લઇને કેબીસીના એપિસોડમાં અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપશે. આ માટેના અત્યારથી જે પ્રોમો દર્શાવવામાં આવે છે તેમાં એક સવાલના જવાબમાં વિમલ કહે છે કે, "હવે મારા લગ્ન ન થાય કે કોઇ ના પાડે તેવું શક્ય નથી. કારણ કે, આપ એટલે કે અમિતાભ બચ્ચને મારું માર્કેટીંગ ર્ક્યું છે." તેણે મીડિયાને પસંદગીની પ્રક્રિયા પૂર્ણ પણે પારદર્શી હોય છે. જેમાં જવાબો ખરા હોય એટલે તમારી પસંદગી થાય છે. તે માટે ઓડિશન હોય છે. તેમા હું પસંદ થયો તેમજ ફાઇનલી કેબીસીમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં પણ વિજેતા થતા મારું હોટ સિટ પર અમિતાભ બચ્ચન સામે બેસીને સવાલોના જવાબ આપવાનું સ્વપ્ન સાકાર થયું હતુ.

હાલ કેબીસીની 14ની સિઝન ચાલે છે અને તેમાં 15 ઓગસ્ટથી અમારા એપિસોડનો આરંભ થશે. જેમાં હું હોટ સિટ પર હોઉ તે એપિસોડ તા.16 અને તા.17 ઓગસ્ટે પ્રસારિત થવાનો છે. જો કે, તેમાં કેટલી રકમ જીત્યા તે તો જ્યાં સુધી એપિસોડ પ્રસારિત ન થાય તયાં સુધી સિક્રેટ રાખવાની શરત હોય છે. જાણીતા કલાકાર જીતુ જેકસનના મિત્ર નારણભાઈ વિમલના પિતા છે. વિમલ કાંબડનો પરિવાર સામાન્ય સ્થિતિનો છે અને તેના પરિવારજનો ખેતીવાડી સાથે સંકળાયેલા છે. પણ વિમલ નોકરી કરે છે.