ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2019 (13:09 IST)

કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને થોડા દિવસોમાં વિવિધ કારણોસર બે બેઠકનો ફટકો પડ્યો છે. ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ માટે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ ખનીજ ચોરના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા થતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે. પોતાના પક્ષના ધારાસભ્યને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે જો ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ પહેલા બાબુ બોખિરિયાને શા માટે સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા? બાબુ બોખિરિયાને કોર્ટે ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. બાબુ બોખિરિયાને વર્ષ 2013માં કોર્ટે આ સજા ફટકારી હતી. તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે.