શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 મે 2022 (13:57 IST)

Bhilwara News: ડૂબવાથી થયેલા મોત પછી બાળકોના શબને મીઠામાં દબાવ્યા, વિચાર્યુ ફરી આવશે શ્વાસ

Rajasthan News: ભીલવાડા જીલ્લામાં રવિવારે બે ભાઈઓના મોતની એક ચોંકાવનારી ઘટના બની છે.   જેણે પણ આ જોયુ તેના મનમાં બે વિચાર આવ્યા કોઈએ કહ્યુ  કે  આ માતા પિતાનો પ્રેમ છે જે કશુ પણ કરીને પોતાના બાળકોનો જીવ પરત લાવવા માંગતા હતા. તો કેટલાકે કહ્યુ કે આ અંધવિશ્વાસ છે.  પોલીસે શબનુ પોસ્ટમોર્ટમ કરીને તેને પરીવારને સોંપવામાં આવ્યુ છે. 
 
અહી બની આ ઘટના 
પોલીસના જણાવ્યા અનુસાર, શહેરમાં સ્થિત એક રિસોર્ટમાં રવિવારે લગ્ન સમારોહ હતો. જેમાં કાછોલા નિવાસી અમિત કષ્ટના બે પુત્રો 8 વર્ષીય અર્ણવ અને 5 વર્ષીય ગોવિંદ ઉર્ફે અહાન પણ તેમના સંબંધીઓ સાથે આવ્યા હતા. પરિવાર કાર્યક્રમમાં વ્યસ્ત હતો. બંને ભાઈઓ રિસોર્ટમાં બનેલા સ્વિમિંગ પૂલ તરફ ગયા. રમતા રમતા નહાવાનો પ્રયાસ કરતા બંને પાણીમાં પડી ગયા હતા. પરિવારના લોકોએ શોધ્યા તો બંને બાળકો સ્વીમિંગ પુલમાં મળ્યા. જેમને મહાત્મા ગાંધી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ડોક્ટરે બાળકોને મૃત જાહેર કર્યા. ડીએસપી સિટી હંસરાજ, શહેર કોતવાલ ડીપી ડાઘીચ, હોસ્પિટલ પહોંચ્યા. બંને ભાઈઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા. 
 
વાયરલ મેસેજને કારણે બંને ડેડ બોડી કલાકો સુધી મીઠામાં મુકવામાં આવી  
બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં લાવવામાં આવ્યા હતા. અહીં કોઈએ સ્વજનોને એક વાયરલ મેસેજ સંભળાવ્યો જેમાં જો કોઈ વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થાય તો તેના મૃતદેહને મીઠામાં રાખીને મીઠું શરીરનું પાણી ચૂસે છે અને શ્વાસ પાછો આવે છે.  આ વાયરલ મેસેજ મુજબ પરિવારના લોકોએ મીઠુ મંગાવ્યુ અને બંને બાળકોને મીઠાની અંદર દબાવીને મુક્યા. પણ કોઈ ફાયદો થયો નહી. પછી ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કર્યુ. 
 
રિસોર્ટ વિરુદ્ધ રિપોર્ટ 
ઈસ્પેક્ટર ડીપી દાધીચે જણાવ્યુ કે પરિવારના લોકોએ રિસોર્ટ સંચાલક વિરુદ્ધ બેદરકારી રાખવાની રિપોર્ટ કરી છે. મામલાની તપાસ ચાલી રહી છે. હાલ બંને બાળકોની બોડી પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપવામાં આવી છે.